મુખ્ય સમાચાર
News of Thursday, 14th October 2021

ડબ્બામાં બોમ્બ ફોડતાં ૫ વર્ષનાં છોકરાનું મોત

ડબ્બામાં બોમ્બ ફોડવાને કારણે તેનો ટૂકડો બાળકના ગળામાં ઘૂસી ગયો હતોઃ જેના કારણે બાળકનું મોત નિપજયું

કોલકતા,તા. ૧૪: નવરાત્રિ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. અને બાદમાં આવનાર દિવાળીની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેવામાં દિવાળી પર્વને લઈને માતા-પિતા માટે લાલબત્ત્।ી સમાન કિસ્સો સામે આવ્યો છે. દિવાળી પર્વ પહેલાં જ બાળકો ફટકડાં ફોડવાનું શરૂ કરી દેતાં હોય છે. અને નાના બાળકો પોતાની મસ્તીમાં હોય ત્યારે આ ફટાકડાં તેમના માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આવો જ એક કિસ્સો પશ્ચિમ બંગાળથી સામે આવ્યો છે. જેમાં ડબ્બામાં સુતળી બોમ્બ ફોડવાને કારણે પાંચ વર્ષના એક માસૂમ બાળકનું મોત નિપજયું હતું. લાડકવાયાના મોતથી માતા-પિતાએ આક્રંદ મચાવી દીધું હતું. તો આ કિસ્સાને કારણે સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ ગઈ હતી.

પશ્ચિમ બંગાળના ઉત્ત્।ર ૨૪ પરગણા જિલ્લાના બારાસત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતાં બારપોલનો છે. પોલીસના જણાવ્યા અનુસાર, મંગળવારે બાળકોએ સુતળી બોમ્બ સળગાવ્યો હતો અને બાદમાં તેને ડબ્બામાં મુકી દીધો હતો. ડબ્બામાં સુતળી બોમ્બ ફૂટતાં જ ડબ્બાના ફૂરચે ફૂરચાં ઉડી ગયા હતા. અને ડબ્બામાંનો મેટલનો એક ટૂકડો પાસે ઉભેલાં પાંચ વર્ષનાં એક બાળકના ગળાના ભાગમાં દ્યૂસી ગયો હતો

ગળામાં જ મેટલનો ટુકડો વાગવાને કારણે બાળક લોહીલુહાણ થઈ ગયો હતો. અને તેને તાત્કાલિક સારવાર અર્થે બારાસત સ્ટેટ જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પણ અહીં ફરજ પર હાજર ડોકટરોએ બાળકને મૃત જાહેર કર્યો હતો. જે બાદ પોલીસે બાળકની લાશને પોસ્ટમાર્ટમ માટે ખસેડી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી.

જો કે, ફટાકડાના કારણે પાંચ વર્ષનાં બાળકનું મોત નિપજતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. અને લાડકવાયાને ગુમાવવાને કારણે માતા-પિતા આદ્યાતમાં ગરકાવ થઈ ગયા હતા. તેવામાં પશ્ચિમ બંગાળનો આ કિસ્સો તમામ માતા-પિતા માટે લાલબત્ત્।ી સમાન છે. બાળકોને લાગતી મસ્તી તેમનાં માટે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. તેવામાં હંમેશા મોટાઓની દેખરેખ હેઠળ જ બાળકોને ફટાકડાં ફોડવા આપવા જોઈએ.

(9:49 am IST)