મુખ્ય સમાચાર
News of Thursday, 14th October 2021

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ – ૨૪૦

ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્યો

પ્રેમ અને આઝાદી
''માણસ જાત માટે આ બે સૌથી મહત્વના શબ્દો છે.''
કોઇપણ એકની પસંદગી કરવી ખૂબ જ સરળ છે-પ્રેમની પસંદ કરવો અને આઝાદીને છોડવી-પરંતુ પછી તમારી આઝાદી હમેશા તમને ત્રાસ આપશે અનેતે તમારા પ્રેમનો નાશ કરશે પ્રેમ આઝાદીનો વિરોધી લાગશે કોઇ વ્યકિત આઝાદી કેવી-રીતે છોડી શકે ? તે છોડી ના શકાય પ્રેમ માટે પણ નહી, ધીમ ધીમે તમે પ્રેમથી પરેશાન થઇ જાવ છો અને બીજી તરફ જવા લાગો છો.
એક દિવસ તમે પ્રેમને છોડી દો છો અને આઝાદી-તરફ ભાગો છો. પરંતુ આઝાદ થઇને પ્રેમ વગર વ્યકિત કઇ રીતે જીવી શકે ? પ્રેમ સૌથી મોટી જરૂરીયાત છે પ્રેમ આપવો અને પ્રેમ કરવો તે એક આધ્યાત્મીક શ્વસન છે. શરીર શ્વાસ વગર ના રહી શકે અને આત્મા પ્રેમ વગર ના રહી શકે.
આ રીતે વ્યકિત લોલકની જેમ ફરે છે-આઝાદીથી પ્રેમ તરફ, પ્રેમથી આઝાદી તરફ આ જ ચક્ર ઘણા બધા જન્મો સુધી ચાલી શકે છે આપણે તેને જીવનનું ચક્ર કહીએ છીએ તે ફરતું રહે છે મુકતી ત્યારે જ આવે છે જયારે વ્યકિત પ્રેમ અને આઝાદી વચ્ચે સમન્વય સાધી લે છે-વિરોધાભાસને અપનાવો કોઇ એક વિકલ્પને પસંદ ના કરો- બંનેને પસંદ કરો, બંનેને સાથે પસંદ કરો વિરોધાભાસને અપનાવો પ્રેમમા જાઓ અને આઝાદ પણ રહો. આઝાદ રહો પરંતુ કયારે તમારી આઝાદીને પ્રેમની વિરોધી ના બનવા દો.
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૬ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.  
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

સંકલન-
સ્વામી સત્યપ્રકાશજી
ભાષાંતર-
રાજેશ કુંભાણી
મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

 

(10:20 am IST)