મુખ્ય સમાચાર
News of Thursday, 14th October 2021

શેરબજાર રેકોર્ડ હાઇ લેવલેઃ સેન્સેકસ ૬૧૦૦૦ ઉપર

શેરબજારમાં એકધારી તેજીઃ બપોરે ૨.૩૦ કલાકે સેન્સેકસ ૪૬૭ પોઇન્ટ વધીને ૬૧ર૦૪ અને નીફટી ૧પ૦ પોઇન્ટ વધીને ૧૮૩૧૧ ઉપર છે : ટાટા મોટર્સ-એસબીઆઇ-હિન્દુસ્તાન કોપર-વેદાંતા-વિપ્રો-ગેટવે-ટાટા સ્ટીલ-ઇન્ફોસીસ-એલ એન્ડ ટી ઉછળ્યા

મુંબઇ, તા., ૧૪: શેરબજાર માટે અચ્છે દિન ચાલી રહયા છે. એકધારી તેજીનો માહોલ જોવા મળી રહયો છે. કોરોનાના કેસ હળવા થતા તથા અર્થતંત્રની ગાડી દોડવા લાગતા શેરબજાર રોજેરોજ નવા-નવા વિક્રમો સર્જી રહયું છે.

આજે પહેલીવાર સેન્સેકસ ૬૧૦૦૦ ઉપર તો નીફટી પણ ૧૮૩૦૦ ની સપાટી વટાવી ગયા છે. શેરબજારમાં ચોતરફા લેવાલી વચ્ચે આ લખાય છે ત્યારે સેન્સેકસ ૪૬૭ પોઇન્ટ વધીને ૬૧૨૦૪ અને નીફટી ૧૫૦ પોઇન્ટ વધીને ૧૮૩૧૧ ઉપર ટ્રેડ કરી રહેલ છે. મીડકેપ અને સ્મોલકેપમાં પણ લેવાલી જોવા મળી રહેલ છે. આજે સેન્સેકસ ૬૧૦૮૮ ઉપર ખુલ્યો હતો.

આઇટીસી રપ૭, પાવર ગ્રીડ ર૦૪, એચડીએફસી બેંક ૧૬૮૦, આઇસીઆઇસીઆઇ ૭ર૬, એસબીઆઇ ૪૯૩, આઇઆરસીટીસી પ૪૮પ, ઇન્ડીયા બુલ્સ રીયલ ૧૬૩, લક્ષ્મી મશીન ૮૯૩પ, ઇન્ડીયા સીમેન્ટ ર૧૩, એનએલસી ૭પ, અદાણી પોર્ટ ૮૦૭, હિન્દુ કોપર ૧૩૩, વિપ્રો ૭૧ર, એરટેલ ૬૮પ, ઇન્ડસ બેંક ૧૧૭૪, ટીસીએસ ૩૬ર૬, એચસીએલ ૧રપ૦, નીરલોન ૩૭૯, ડીસીએલ રર૯, કોલ ઇન્ડીયા ૧૮ર, અરવિંદ ૧રર ઉપર છે.

(3:20 pm IST)