મુખ્ય સમાચાર
News of Thursday, 14th October 2021

મુંબઇમાં પેટ્રોલનો ભાવે રૂ. ૧૧૦ ઉપર : ડિઝલના ૧૦૧.૪૦

એક દિવસની રાહત બાદ આમ આદમીને આજે ફરી લાગ્યો ઝટકો : આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં લીટર દીઠ ૩૫-૩૫ પૈસાનો વધારો કરાયો : દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૧૦૪.૭૯ રૂપિયા પ્રતિ લીટર પહોંચી છે

નવી દિલ્હી તા. ૧૪ : સરકારી ઓઇલ કંપનીઓએ આજ ફરી આમ આદમીને ઝટકો આપ્યો છે. આજે ગુરૂવારે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ફરી એકવાર વધારો કરાયો છે. પેટ્રોલ તેમજ ડીઝલની કિંમતમાં આજે ૩૫-૩૫ પૈસા પ્રતિ લીટરનો વધારો ઝીંકાયો છે. આ સાથે જ દેશની રાજધાની નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર ૧૦૪.૭૯ રૂપિયા પર પહોંચી છે. જયારે ડીઝલની કિંમત ૯૩.૫૨ રૂપિયા પ્રતિ લીટર થઈ છે.
આ મહિને પેટ્રોલ-ડીઝલની કિંમત લગભગ દરરોજ વધી છે. ઓકટોબર મહિનાની શરૂઆતના ૧૦ દિવસમાં જ પેટ્રોલની કિંમતમાં ૨.૮૦ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમતમાં ૩.૩૦ રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરાયો છે.
દિલ્હી પેટ્રોલ ૧૦૪.૭૯ રૂપિયા અને ડીઝલ ૯૩.૫૨ રૂપિયા પ્રતિ લીટર, મુંબઈ પેટ્રોલ ૧૧૦.૭૫ રૂપિયા અને ડીઝલ ૧૦૧.૪૦ રૂપિયા પ્રતિ લીટર, ચેન્નાઇ પેટ્રોલ ૧૦૨.૧૦ રૂપિયા અને ડીઝલ ૯૭.૯૩ રૂપિયા પ્રતિ લીટર, કોલકાતા પેટ્રોલ ૧૦૫.૪૩ રૂપિયા અને ડીઝલ ૯૬.૬૩ રૂપિયા પ્રતિ લીટ, અમદાવાદ - પેટ્રોલ ૧૦૧.૪૯ રૂપિયા અને ડીઝલ ૧૦૦.૭૬ રૂપિયા પ્રતિ લીટર, સુરત - પેટ્રોલ ૧૦૧.૩૪ રૂપિયા અને ડીઝલ ૧૦૦.૬૪ રૂપિયા પ્રતિ લીટર, રાજકોટ - પેટ્રોલ ૧૦૧.૧૯ રૂપિયા અને ડીઝલ ૧૦૦.૪૮ રૂપિયા પ્રતિ લીટર, વડોદરા - પેટ્રોલ ૧૦૧.૦૨ રૂપિયા અને ડીઝલ ૧૦૦.૨૮ રૂપિયા પ્રતિ લીટર
મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયાને પાર થઈ ગયું છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત સૌથી વધારે છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં પણ પેટ્રોલ ૧૦૦ રૂપિયાને પાર થઈ ગયું છે.

 

(11:50 am IST)