મુખ્ય સમાચાર
News of Thursday, 14th October 2021

અદાણી, કોટક, બિરલા, ગોયન્કા, ટોરેન્ટ ફાર્મા જેવી દિગ્ગજ કંપનીઓ આઇપીએલની ટીમો ખરીદવા ઇચ્છુક

આઇપીએલમાં બે નવી ટીમોની જાહેરાત ૨૫મીએ થશેઃ બીસીસીઆઇ ૭ હજાર કરોડ કમાશે

નવી દિલ્હીઃ  બીસીસીઆઇ આઈપીએલની નવી સીઝનથી બે નવી ટીમો (આઈપીએલમાં બે નવી ફ્રેન્ચાઈઝી) ઉમેરવાની જાહેરાત કરી દીધી છે. બોર્ડે આ માટે ટેન્ડર દસ્તાવેજો બહાર પાડ્યા છે, તેમને ખરીદવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. જે ઓકટોબર સુધીમાં થવાનું હતું.  હવે બીસીસીઆઇએ તેને વધુ ૧૦ દિવસ માટે લંબાવ્યું છે. બે નવી ફ્રેન્ચાઈઝીની કિંમત ૩૫૦૦ કરોડ રૂપિયાથી ઓછી નહીં હોય.  આઈપીએલની ગર્વનિંગ કાઉન્સિલે ૩૧ ઓગસ્ટના રોજ ૧૦ લાખ રૂપિયાની ટેન્ડર ફી (જે રિફંડપાત્ર નથી) ચૂકવવા પર ઈન્વિટેશન ઓફ ટેન્ડર (આઈટીટી) દસ્તાવેજ જારી કર્યો હતો. અગાઉ તેને ૧૦ ઓકટોબર સુધી લંબાવવામાં આવી હતી. અમદાવાદ, લખનઉ અને પુણેની હોવાની અપેક્ષા છે.   કોટક ગ્રુપ, ઓરોબિંદો ફાર્મા, ટોરેન્ટ ફાર્મા, આરપી-સંજીવ ગોયન્કા ગ્રુપ, બિરલા ગ્રુપ અને અદાણી ગ્રુપ જેવા મોટા બિઝનેસ હાઉસ આઈપીએલમાં ટીમો ખરીદવા માટે ઉત્સુક છે.  BCCI ઓછામાં ઓછી ૭૦૦૦ કરોડ રૂપિયા કમાવાની અપેક્ષા રાખે છે.  જોકે, દરેક ટીમની બેઝ પ્રાઇઝ ૨૦૦૦ કરોડ રૂપિયા રાખવામાં આવી છે. બોર્ડે ત્રણ પક્ષના જૂથને બોલી લગાવવાની મંજૂરી આપી છે.  નવી ટીમોની ઘોષણા ૨૫ ઓકટોબરે દુબઈમાં કરવામાં આવશે.

(3:09 pm IST)