મુખ્ય સમાચાર
News of Thursday, 14th October 2021

પૂંછમાં આતંકીઓ સાથેની અથડામણમાં સેનાના એક JCO સહીત બે જવાન શહીદ

ડેરા કી ગલીમાં ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સૈનિકો પર હુમલો કર્યો

જમ્મુ -કાશ્મીરના પૂંછમાં આતંકીઓ સાથેની અથડામણમાં સેનાના વધુ બે જવાન શહીદ થયા છે. શહીદ થયેલા જવાનોમાં એક JCO અને એક સૈનિકનો સમાવેશ થાય છે. સેના દ્વારા હાથ ધરાયેલા ઓપરેશનને કારણે જમ્મુ-રાજૌરી-પૂંછ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરનો ટ્રાફિક અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે. આ અંગે સંપૂર્ણ માહિતી મળતી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ઘાટી વિસ્તારમાં થયેલા આતંકી હુમલામાં સેનાના 5 જવાન શહીદ થયા હતા.

જમ્મુ -કાશ્મીરના પૂંછમાં સોમવારે સવારે આતંકવાદી હુમલામાં JCO સહિત 5 જવાનો શહીદ થયા બાદ એક નવો એન્કાઉન્ટરનો દોર શરૂ થયો હતો. પૂંછમાં જ સુરક્ષાદળના જવાનો દ્વારા એન્કાઇન્ટર ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતા. સવારે સૈનિકો પર પૂંછ જિલ્લાના સુરનકોટ વિસ્તારમાં હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે તેઓ આતંકવાદીઓના સર્ચ ઓપરેશનમાં હતા. આ દરમિયાન અચાનક આતંકવાદીઓએ જવાનો પર હુમલો કર્યો હતો, જેમાં 5 જવાનો શહીદ થયા હતા.

સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા દેવેન્દ્ર આનંદે જણાવ્યું કે, સેનાએ સવારે ડેરા કી ગલીમાં ઓપરેશન શરૂ કર્યું હતું. સૂત્રો દ્વારા માહિતી મળી હતી કે, તે વિસ્તારમાં આતંકવાદીઓ છે. આ સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સૈનિકો પર હુમલો કર્યો અને તેમના પર હુમલો કર્યો. આ હુમલામાં એક જેસીઓ અને 4 સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ સારવાર બાદ પણ તેને બચાવી શકાયા ન હતા. અધિકારીઓએ જણાવ્યું કે, ચમરેર વિસ્તારના જંગલોમાં આતંકવાદીઓ અંગે માહિતી મળી હતી, જેના આધારે સેનાની ટુકડી પહોંચી હતી.

સેનાના સૂત્રોનું કહેવું છે કે, આ આતંકવાદીઓએ એલઓસી પાર કરી આવ્યા હતા. હાલમાં આ આતંકીઓને ઘેરી લેવામાં આવ્યા છે. તો આ સાથે કોંગ્રેસે ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર પાસે પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદી હુમલાઓને રોકવા માંગ કરી છે.

(11:42 pm IST)