મુખ્ય સમાચાર
News of Saturday, 14th November 2020

બીલાડીને ગોતવા ગોરખપુરમાં પોસ્ટરો લાગ્યાઃ શોધી આપનારને ૧૧ હજારનું ઈનામ

પૂર્વ મુખ્ય ચૂંટણી અધિકારીના પત્નિ અને નેપાળના પૂર્વ મુખ્ય ચૂંટણી આયુકતની બીલાડી ગુમ થઈ

ગોરખપુરઃ. યુપીના ગોરખપુરમાં એક બીલાડીને ગોતવા શહેરમા ઠેર ઠેર પોસ્ટરો લાગ્યા છે. સાથે ગોતી આપનારને ૧૧ હજારનું ઈનામ પણ અપાશે. દેશના પૂર્વ મુખ્ય ચૂંટણી અધિકારી કુરૈશી અને નેપાળના પૂર્વ ચૂંટણી અધિકારી રહેલ તેમના પત્ની ઈલા શર્માની પાલતુ બીલાડી ૧૧ નવેમ્બરે રેલ્વે સ્ટેશન પરથી ગાયબ થઈ હતી.

તેને ગોતવા માટે ઈલા શર્માએ જીઆરપી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ. આરપીએફ, જીઆરપી અને પોલીસ બીલાડીને ગોતવા કામે લાગી છે. ઈલા શર્મા બુધવારે રાત્રે ડિબુગઢ-ચંદીગઢ એકસપ્રેસથી દિલ્હી જઈ રહ્યા હતા ત્યારે પ્લેટફોર્મ નં. ૬ ઉપરથી બીલાડી ગાયબ થઈ હતી.

ગુમ થયેલ બિલાડીના કારણે તેમણે પોતાનો નેપાળ જવાનો કાર્યક્રમ સ્થગીત કર્યો છે. પોસ્ટરમાં જણાવ્યા મુજબ 'હિવર નામ બોલવાથી બિલાડી રીસ્પોન્સ આપશે તેના નાક ઉપર ભુરો ડાધ છે અને લીલી આંખો છે. બિલાડી મળતા સંપર્ક કરશો.' સંપર્કમાં ઇલા શર્મા સહિત અન્ય બે લોકોના નંબર પણ અપાયા છે.

ઇલા શર્મા દેશમાં જાણીતું નામ છે. વારાણસીના રહેવાસી ઇલાએ સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વ વિદ્યાલયથી સંસ્કૃત અને નેપાળી સાહિત્યમાં અભ્યાસ કર્યો છે. ઉપરાંત ગોરખપુર યુનિવર્સિટીથી કાયદો ભણ્યા છે. તેમના પિતા બાબુ માધવ પ્રસાદ મોટા કારોબારી હતાં જે નેપાળી બુક વેંચતા હતાં. તેમની માતા નેપાળી રાજ પરિવાર સાથે સંબંધ ધરાવતા હતાં. ઇલાની મુલાકાત કુરૈશી સાથે ર૦૧પમાં મેકસીકોમાં થઇ હતી. ત્યારે ઇલા ૪૯ વર્ષના અને કુરૈશી ૬૯ વર્ષના હતાં.

(2:45 pm IST)