મુખ્ય સમાચાર
News of Saturday, 14th November 2020

ગુન્‍હાહીત કેસ હોય તેવા પિતાને સગીર બાળકની કસ્‍ટડી માંગવાનો અધિકાર નથીઃ કેસમાંથી મુક્‍ત થયા બાદ જ પિતા બાળકોની કસ્‍ટડી માંગી શકેઃ અલ્‍હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

પ્રયાગરાજઃ અલ્હાબાદ હાઇકોર્ટે સગીર બાળકોની કસ્ટડીના કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે ગુનાહિત કેસ હોય તેવા પિતાને સગીર બાળકની કસ્ટડી માગવાનો અધિકાર નથી. કેસમાંથી મુક્ત થયા બાદ જ પિતા બાળકોની કસ્ટડી માગી શકે છે.

અલ્હાબાદ હાઇકોર્ટમાં ચાલી ગયેલા કેસમાં યુપીના હાથરસના અવધેશ ગૌતમ વતી હેબિયસ કોર્પસ અરજી દાખલ કરાઇ હતી. જેમાં તેણે પોતાના નાની પાસેથી રહેતા બે સગીર બાળકોની કસ્ટડી માગી હતી.

બે Child custody નાની પાસે છે

જસ્ટિસ જેજે મુનીરની હાઇકોર્ટની સિંગલ બેન્ચમાં સુનાવણી દરમિયાન જજે કહ્યું કે નાની પાસે બાળકોની કસ્ટડી ગેરકાયદેસર નથી. જો પિતા ગુનાહિત કેસના ખટલાનો સામનો કરી રહ્યો હોય તો તે બાળકોને મેળવવાનો હક રાખતો નથી.

જસ્ટિસ જેજે મુનીરે વધુમાં જણાવ્યું કે કેસમાંથી મુક્ત થયા બાદ જ પિતા બાળકોની કસ્ટડી માંગી શકે છે. મુક્ત થયા બાદ બાળકો સગીર હોય તો પિતા નૈસર્ગિક સંરક્ષક કેગાર્ડિયન તરીકે તેમની કસ્ટડી માગી શકે છે.

પિતા પર પત્નીની હત્યાનો આરોપ

અવધેશ ગૌતમ પર પત્નીની હત્યાનો આરોપ છે. જેનો કેસ ચાલી રહ્યો છે. દરમિયાન તેણે નાની પાસે રહેતા પોતાના બે બાળકોની કસ્ટડી મેળવવા માટે અલ્હાબાદ હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરી હતી. પરંતુ હાઇકોર્ટે તેની અરજી ફગાવી દઇ. નાની પાસે બાળકોની કસ્ટડીને કાયદેસર ગણાવી હતી.

અન્ય એક કેસમાં મામલતદાર વિરુદ્ધ ચુકાદો

અલ્હાબાદ હાઇકોર્ટે મામલતદાર દ્વારા જમીનની પ્રકૃતિ બદલવાના નિર્ણયને પડકારતી અરજીના કેસ ચાલ્યો હતો. જેમાં હાઇકોર્ટે કહ્યું કે મામલતદારને જમીનની પ્રકૃતિ બદલવાનો કોઇ અધિકાર નથી.

મામલતદારે ઉજ્જડ જમીનને નવી પડતર કરીને રોડ બનાવવા માટેની જમીન જાહેર કરી દીધી હતી. જેને હાઇકોર્ટ રદ કરી દીધો હતો. કોર્ટે કહ્યું કે રાજ્ય સરકારને કોઇ પણ જમીન લેવાનો અધિકાર નથી. ઉજ્જડ જમીન ગ્રામ્યસભાની હોવાને કારણે સરકારી જમીન છે. કોર્ટે કહ્યું કે જો રોડ બનાવવાનું જરુરી હોય તો સરકાર જમીન લઇ રોડ બનાવી શકે છે.

(4:34 pm IST)