મુખ્ય સમાચાર
News of Saturday, 14th November 2020

ભારે ખુવારી છતાં પાકિસ્તાનના આંકડા છુપાવીને ખોટા દાવા

ભારે નુકસાન બાદ પણ પાક.ની આડોડાઈ : યુદ્ધ વિરામનો ભંગ કરીને જવાનો અને નાગરિકોને ટાર્ગેટ બનાવનારા પાક.ને ભારતની વળતી કાર્યવાહીમાં મુકશાન

નવી દિલ્હી, તા.૧૪ : દિવાળી પહેલા પાકિસ્તાન  સીઝફાયરનું ઉલ્લંઘન કરીને શાંતિનો ભંગ કરવાનો પ્રયાસ કરી રહ્યુ છે, નાપાક પાક હંમેશાની જેમ સત્ય છુપાવી રહ્યું છે. પાકિસ્તાને  દુસ્સાહસનો જવાબ ભારતે જડબાતોડ આપ્યો હતો.પાકિસ્તાન દુનિયા સામે પોતાની હકીકત છુપાવી રહ્યું છે. ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમાં ઓછામાં ઓછા ૧૧ પાક સૈનિકો માર્યા ગયા છે, જ્યારે પાકિસ્તાનના ડોન અખબારે દાવો કર્યો છે કે માત્ર એક પાકિસ્તાની સૈનિક માર્યો ગયો હતો અને ચાર નાગરિકો માર્યા ગયા હતા.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ૧૨ નાગરિકો અને સૈનિકો ઘાયલ થયા છે અને ભારતને ઘણું નુકસાન થયું હોવાના અહેવાલ છે. ડોને ડીજી આઈએસપીઆરને ટાંકીને જણાવ્યું છે કે, ભારતીય સેનાએ રાખચીકરી અને ખંજર સેક્ટરમાં નાગરિકોને રોકેટ અને મોર્ટારથી નિશાન બનાવ્યા હતા. પાકિસ્તાને  વર્ષે ,૦૫૨ વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે, જે ૧૭ વર્ષમાં સૌથી વધુ છે.

આઈએસપીઆર એમ પણ કહ્યું છે કે - નવેમ્બરના રોજ ભારતીય સેનાએ 'આઝાદીની લડાઇ માટે લડવૈયાઓ સાથે મુકાબલો કર્યો હતો, જેમાં ભારતીય સૈનિકોએ જીવ ગુમાવ્યો હતો. આઈએસપીઆરનું કહેવું છે કે પછી ભારતે પાકિસ્તાન સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે અને આર્ટિલરી પર ભારે મોર્ટાર વડે હુમલો કર્યો હતો.

ભારતના ચિનાર કોર્પ્સે માહિતી આપી છે કે, જવાબી કાર્યવાહીમાં ભારતે પોસ્ટ્સ, બંકરો અને ફ્યુઅલ બેઝને નિશાન બનાવ્યા છે. પાકમાં ભારતીય મહિલા ચાર સૈનિકો અને ચાર નાગરિકોએ એક મહિલા સહિત પોતાનો જીવ ગુમાવ્યો હતો. ચિનાર કોર્પ્સે ટ્વિટ કર્યું છે કે ભારતીય સેનાને કુપવાડામાં શંકાસ્પદ પ્રવૃત્તિઓની જાણકારી મળી, ત્યારબાદ પાકિસ્તાને ઉશ્કેરણી કર્યા વિના સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું.

દરમિયાન ઘુસણખોરીનો નિષ્ફળ પ્રયત્ન કરવામાં આવ્યો. પાકિસ્તાનની  હરકતનો ભારતીય સેનાએ સણસણતો જવાબ આપ્યો અને પાકિસ્તાની સેનાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડ્યુ. દરમિયાન પાકિસ્તાનના  હથિયારના જથ્થા અને આતંકવાદીઓના લોન્ચ પેડને પણ તહેસ મહેસ કરવામાં આવ્યા.

(8:34 pm IST)