મુખ્ય સમાચાર
News of Friday, 15th January 2021

29 જાન્યુઆરીથી સંસદનું બજેટ સત્ર શરૂ: 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ થશે

બજેટ સત્ર 29 જાન્યુઆરીથી શરૂ થશે અને બે ભાગમાં 8 એપ્રિલ સુધી ચાલશે

 

નવી દિલ્હી :સંસદના બજેટ સત્રની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. બજેટ સત્ર 29 જાન્યુઆરીથી શરૂ થશે અને બે ભાગમાં 8 એપ્રિલ સુધી ચાલશે. દરમિયાન એક ફેબ્રુઆરીએ સંસદમાં સામાન્ય બજેટ (નાણાકિય વર્ષ 2021-22) રજૂ થશે.

લોકસભા સચિવાલય મુજબ બજેટ સત્રનો પ્રથમ તબક્કો 29 જાન્યુઆરીથી શરૂ થશે અને 15 ફેબ્રુઆરી સુધી ચાલશે, જ્યારે બીજો તબક્કો 8 માર્ચથી 8 એપ્રિલ સુધી ચાલશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 29 જાન્યુઆરીએ સવારે 11 કલાકે સંસદના બંને ગૃહ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરીના રોજ સવારે 11 કલાકે રજૂ કરાશે.

સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ (CCPA) 29 જાન્યુઆરીથી બજેટ સત્રની રજૂઆત કરી હતી. સત્ર દરમિયાન કોરોના વાઇરસ સંબંધિત તમામ પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના વાઇરસના કારણે શિયાળું સત્ર રદ કરવામાં આવ્યુ હતુ. સરકારે જણાવ્યું હતુ કે કોરોનાના વધી રહેલા કેસોના કારણે વખતે સંસદનું શિયાળું સત્ર નહીં યોજાય. સરકારના પગલા પર વિપક્ષે શાબ્દિક પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીનું કહેવું હતુ કે સંસદનું સત્ર બોલલાવું જોઇએ, જેથી ખેડૂતો સાથે સંબંધિત મુદ્દા પર ચર્ચા થઇ શકે. Budget Session of Piament

તે પછી મોદી સરકારના સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશીએ લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીને પત્ર લખીને જણાવ્યું હતુ કે તમામ દળોના નેતાઓ સાથે ચર્ચા કર્યા પછી, સર્વસંમતિ સધાઇ હતી કે કોરોનાના કારણે સત્ર બોલાવવું જોઇએ નહીં.

 

(9:51 pm IST)