મુખ્ય સમાચાર
News of Friday, 15th January 2021

રામમંદિર ના નામે પૈસા માંગનારા પર ભાજપ મુસ્લિમોથી પથ્થરમારો કરાવશે : સપા સાંસદ એસટી હસનનો આરોપ

યુપીમાં ભાજપ પર હિન્દુ-મુસ્લિમો વચ્ચે વેર ભડકાવી લાભ લેવાની ફિરાકમાં હોવાનો આરોપ લગાડ્યો

 

લખનૌ :યુપીમાં ભાજપ પર હિન્દુ-મુસ્લિમો વચ્ચે વેર ભડકાવી લાભ લેવાની ફિરાકમાં હોવાનો આરોપ લાગ્યો છે. SP સાંસદ એસટી હસને કહ્યું કે રામમંદિરના નામે પૈસા માંગનારા પર ભાજપ મુસ્લિમોથી પથ્થરમારો કરાવશે.

 

 અયોધ્યામાં રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણ માટે કામ ચાલુ થઇ ગયું છે. ભાજપ અને RSS તેના માટે લોકો પાસેથી ફંડ ઉઘરાવવાનું પણ શરૂ કરી દીધું છે. કહેવાય છે કે અત્યાર સુધી મંદિર બનાવવા માટે 100 કરોડથી વધુની રકમ જમા પણ થઇ ગઇ છે

દરમિયાન મુરાદાબાદના સપા સાંસદ એસટી હસને રામ મંદિર મામલે વાંધાજનક ટિપ્પણી કરી છે. તેમણે આરોપ મૂક્યો કે ભાજપ રામમંદિરના નામે પૈસા ઉઘરાવી રહેલા લોકો પર મુસ્લિમો દ્વ્રારા પથ્થરમારો કરાવી શકે છે. જેથી આગામી ચૂંટણીમાં લાભ મળે શકે.

સાંસદ એસટી હસને ભાજપ પર રામ મંદિરના નામે રાજકારણ કરવાનો પણ આરોપ મૂક્યો છે. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં હિન્દુ-મુસ્લિમો વચ્ચેનું કાયમ સૌહાર્દ બગાડી ભાજપ ચૂંટણીમાં લાભ ખાટવા માગે છે. તેના માટે રેગમાર્ગે દોરાયેલા કેટલાક મુસ્લિમો ભાજપમાં સામેલ થઇ શકે છે.

એસટી હસને વધુમાં જણાવ્યું કે રામ મંદિરનો મુદ્દો ખતમ થઇ ગયો છે. છતાં ભાજપના લોકો પૈસા ઉઘરાવવા બહાર આવશે તો તેમના પર કેટલાક મુસ્લિમો પથ્થરમારો કરશે. તમે જોઇ ચૂક્યા છો કે મધ્યપ્રદેશમાં ઉજ્જૈનની પથ્થરમારાની ઘટનામાં શું થયું હતું. તેનાથી હિન્દુઓને સંદેશ જશે કે તેઓ પણ આવું કરી શકે છે.P Hassan news

એસટી હસને જણાવ્યું કે ભાજપના રાજકારણને સમજવાની જરૂર છે. આખરે કેટલાં લાંબા સમય સુધી આવું રાજકારણ ચાલુ રહેશે. ભાજપ ચૂંટણીના થોડા સમયે પહેલાં હિન્દુ-મુસ્લિમોને વહેંચવાની કોશીશ કરી શકે છે.

એસપી સાંસદ એસટી હસનના નિવેદન સામે યુપીના એકમાત્ર લઘુમતિ મંત્રી મોહસીન રઝાએ ટોણો માર્યો. તેમણે કહ્યું કે અયોધ્યામાં કારસેવકો પર ગોળીઓ વરસાવનારા આજે પથ્થર મારવાની વાત કરી રહ્યા છે. અખિલેશ યાદેવે સ્પષ્ટ કરવું જોઇએ કે તેઓ રામમંદિરની સાથે છે કે તેની વિરુદ્ધમાં.

અખિલેશ યાદવે અગાઉ કહ્યું હતું કે રામમંદિર બન્યા બાદ તેઓ પત્ની અને બાળકો સાથે રામલલાના દર્શન કરવા જશે. અયોધ્યામાં અખિલેશે કહ્યું હતું કે ભગવાન વિષ્ણુના જેટલા પણ અવતાર છે, તેઓ બધાને માને છે.

(10:07 pm IST)