મુખ્ય સમાચાર
News of Friday, 15th January 2021

તૂટશે ૫૫ વર્ષનો રેકોર્ડ

આ વર્ષે પ્રજાસત્તાક દિવસે નહીં હોય કોઇ મુખ્ય અતિથિ

બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોનસને આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ કોરોનાના કારણે તેમણે ભારત પ્રવાસ રદ્દ કર્યો

નવી દિલ્હી,તા.૧૫: ભારતના ૭૨મા પ્રજાસત્ત્।ાક દિવસે આ વર્ષે કોઈ પણ દેશના રાષ્ટ્ર પ્રમુખ અતિથિ તરીકે હાજર રહેશે નહીં. વિદેશ મંત્રાલયે નિવેદન જારી કરતા કહ્યું છે કે કોરોના વાયરસના કારણે આ વર્ષે પ્રજાસત્ત્।ાક દિવસે મુખ્ય અતિથિના રૂપમાં કોઈ વિદેશી રાષ્ટ્ર પ્રમુખ કે સરકારના વડાને આમંત્રિત નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા ૫૫ વર્ષમાં આ પ્રથમ પ્રસંગ છે જયારે ભારતનો ગણતંત્ર દિવસ મુખ્ય અતિથિ વગર ઉજવવામાં આવશે.

આ વર્ષે ભારતે પ્રજાસત્ત્।ાક દિવસના કાર્યક્રમ માટે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જહોનસનને મુખ્ય અતિથિ બનાવ્યા હતા પરંતુ બ્રિટનમાં કોરોનાની વકરી રહેલી પરિસ્થિતિને જોતા પોતાનો ભારત પ્રવાસ રદ્દ કરી દીધો છે. હાલમાં સમગ્ર વિશ્વ કોરોના સામે લડી રહ્યું છે તેવામાં કોઈ નવા રાષ્ટ્ર પ્રમુખ કે વડાપ્રધાનને આમંત્રણ આપવાનું કાર્ય સરળ ન હતું. તેથી સરકારે આ વર્ષે કોઈ મુખ્ય અતિથિ વગર જ ગણતંત્ર દિવસની ઉજવણી કરવાનો નિર્ણય લીધો છે.

આ પહેલા ૧૯૬૬મા પણ ભારતના તત્કાલીન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનું તાશ્કંદમાં નિધન થયું હતું જેના કારણે કોઈને પણ આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. બંધારણની જરૂરીયાતો પ્રમાણે ઈન્દિરા ગાંધીએ પ્રજાસત્ત્।ાક દિવસના બે દિવસ પહેલા જ વડાપ્રધાન પદની શપથ લીધા હતા. તે વર્ષે ભારતે અત્યંત સાદગી સાથે પોતાનો પ્રજાસત્ત્।ાક દિવસ ઉજવ્યો હતો.

પ્રત્યેક વર્ષે ગણતંત્ર દિવસ પર કોઈને કોઈ રાષ્ટ્રના અધ્યક્ષ કે વડાપ્રધાનને અતિથિના રૂપમાં આમંત્રિત કરવામાં આવે છે. આ પરંપરા બંધારણ અમલમાં આવ્યું ત્યારથી શરૂ થઈ હતી. જોકે, બાદમાં ઘણા વર્ષ સુધી મુખ્ય અતિથિને આમંત્રિત કરવામાં આવ્યા ન હતા. સૌથી પહેલા ૧૯૫૦મા ઈન્ડોનેશિયાના રાષ્ટ્ર પ્રમુખ સુકર્ણો ૨૬ જાન્યુઆરીએ મુખ્ય અતિથિના રૂપમાં આવ્યા હતા. બાદમાં ૧૯૫૪મા ભૂતાનના રાજા જિગ્મે ડોરજી મુખ્ય અતિથિ બન્યા હતા. ૧૯૫૫મા પાકિસ્તાનના ગવર્નર જનરલ ગુલામ મોહમમ્મદ મુખ્ય અતિથિ હતા.

(9:55 am IST)