મુખ્ય સમાચાર
News of Friday, 15th January 2021

આજથી દેશમાં કોઇપણ લેન્‍ડલાઇન ફોનથી મોબાઇલ ઉપર ફોન કરવાની રીત બદલાઇ : હવે ‘ઝીરો' પહેલા લગાવવો પડશે

ઝીરોથી દેશમાં રપ૪ કરોડથી વધુ નંબર તૈયાર થશેઃ ભવિષ્‍યમાં મોબાઇલ નંબર પણ ૧૧ આંકડાના થશે

રાજકોટ, તા. ૧પ : આજથી દેશમાં કોઇપણ લેન્‍ડલાઇન ફોન (Landline phone)થી મોબાઇલ નંબર (Mobile Number) પર ફોન કરવાની રીતે સંપૂર્ણપણે બદલાઇ ગઇ છે. નવા નિયમો અનુસાર હવે લેન્‍ડલાઇન ફોન પથી મોબાઇલ નંબર પર વાત કરવા માટે {zero} લગાવવો પડશે. આથી ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓને વધુ સંખ્‍યા બનાવવાની મંજૂરી મળશે.

આ અંગે ટેલિકોમ વિભાગે ર૦ નવેમ્‍બરના રોજ એક પરિપત્ર પણ જાહેર કર્યો હતો.સ આ પરિપત્રમાં એવું કહેવામાં આવ્‍યું હતું કે લેન્‍ડલાઇનથી મોબાઇલમાં ડાયર કરવાની રીત બદલવાની ટ્રાઇ (TRAI) ની ભલામણો સ્‍વીકારવામાં આવી છે. આ સુવિધા અત્‍યારે તમારા વિસ્‍તારની બહાર કોલ્‍સ કરવા માટે ઉપલબ્‍ધ છે.

ઝીરોથી તૈયાર થશે  રપ૪.૪કરોડ નંબર

ડાયલ કરવાની રીતમાં આ પરિવર્તનથી ટેલિકોમ કંપનીઓને મોબાઇલ સેવાઓ માટે રપ૪.૪ કરોડ વધારાના નંબર બનાવવાની સુવિધા મળશે. આ ભવિષ્‍યની જરૂરીયાતોને પૂર્ણ કરવામાં મદદ કરશે. તેનાથી આગળ ચાલીને નવા નંબર પણ કંપનીઓ રજૂ કરી શકશે.

મોબાઇલ નંબર ૧૧ અંકોના થઇ શકે છે

ભવિષ્‍યમાં ટેલિકોમ કંપનીઓ ૧૧ અંકોના મોબાઇલ નંબર પણ રજૂ કરી શકે છે. હાલમાં દેશમાં મોબાઇલ ગ્રાહકોની સંખ્‍યા ઝડપથી વધી રહી છે. જેના કારણે ૧૦ અંકનો મોબાઇલ નંબર પણ ઘટી રહ્યો છે. આવી સ્‍થિતિમાં શૂન્‍યનો ઉપયોગ આગળનો રસ્‍તો ઘણો સરળ બનાવશે.

ટેલિકોમ કંપનીઓએ પણ યાદ અપાવ્‍યું

આ સંદર્ભે ટેલિકોમ કંપનીઓએ ગુરૂવારે ગ્રાહકોને યાદ અપાવ્‍યું હતું કે શુક્રવાર ૧પ જાન્‍યુઆરીથી લેન્‍ડલાઇનથી મોબાઇલ પર કોલ કરતી વખતે તેમને પ્રથમ શૂન્‍ય ડાયલ કરવો પડશે. એરટેલે તેના ફિકસ લાઇન યુઝર્સને જણાવ્‍યું હતું કે ૧પ જાન્‍યુઆરી, ર૦ર૧થી અમલમાં આવી રહેલા ટેલિકમ્‍યુનિકેશન્‍સ વિભાગના નિર્દેશ હેઠળ તમારે તમારા લેન્‍ડલાઇનથી મોબાઇલ પર ફોન કનેકટ કરતી વખતે તમારે પહેલા શૂન્‍ય ડાયલ કરવું પડશે.

સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર પી.કે. પુરવર એ આ અંગે જણાવ્‍યું હતું કે, ગ્રાહકોને આને લઇ જાગૃતિ કરવાનું શરૂ કરી દીધું છે.

(11:27 am IST)