મુખ્ય સમાચાર
News of Friday, 15th January 2021

રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું

સરકાર ખેડુતોની અવગણના નહી પરંતુ બરબાદ કરી રહી છે

નવી દિલ્હી, તા., ૧પઃ કો ંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તામિલનાડુના મદુરાઇમા ં જલ્લીકટ્ટુ પ્રસંગ જોયો. આ દરમિયાન રાહુલ ગાંંધીએ અહીંની મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યુ ં કે સરકાર ખેડૂતોની અવગણના કરી રહી નથી પર ંતુ તેમને બરબાદ કરવાના કાવતરા ં કરી રહી છે. રાહુલ ગા ંધીએ કહ્યું કે મોદી સરકારે જે કાયદા દબાણ કર્યા છે, તમે મારી વાત બાંધી લો, મોદી સરકારે કૃષિ કાયદો પાછો ખેંચવો પડશે.

રાહુલ ગાંધીએ કહ્યુ ં કે ખેડુતો આ દેશની કરોડરજ્જુ છે. જો કોઈ એવુ ં વિચારે છે કે તમે ખેડુતોને દબાવશો અને આ દેશ સમૃધ્ધ બની રહેશે, તો તેમણે અમારો ઇતિહાસ જોવો પડશે. જયારે પણ ભારતીય ખેડૂત નબળા હોય છે ત્યારે ભારત નબળુ ં પડે છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે સરકાર ખેડૂતોને બરબાદ કરવાનો પ્રયાસ કરી રહી છે કારણ કે તે બે-ત્રણ મિત્રોને લાભ આપવા માંગે છે. રાહુલે કહ્યુ કે તે ખેડૂતોની સાથે છે અને તેમની દરેક મા ંગને સમર્થન આપે છે. મોદી સરકારે જે કાયદા ફરજિયાત કર્યા છે, તે પાછા ખેંચવાના રહેશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા રાહુલે કહ્યુ ં કે, ચીની સૈનિકો ભારતીય ક્ષેત્રની અ ંદર બેઠા છે. આજે ચીની સેનાએ આપણી ધરતીમા ં પ્રવેશ કર્યો છે, પરંતુ સરકાર કંઇ કરી રહી નથી.

(12:00 pm IST)