મુખ્ય સમાચાર
News of Friday, 15th January 2021

સામાન્ય બજેટનું કાઉન્ટડાઉન શરૂ ત્યારે...

આમઆદમીને બજેટમાં ઈન્કમટેક્ષથી માંડીને એનપીએસ નિયમોમાં ધરખમ ફેરફારની અપેક્ષા

નવી દિલ્હીઃ. બજેટનો દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે એવા લોકો પણ ચર્ચા કરતા નજરે આવી રહ્યા છે. જેની ઈકોનોમીમાં રસ હોતો નથી તેનુ કારણ એ છે કે બજેટનો પ્રભાવ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રૂપે સામાન્ય લોકો પર પડે છે. તેનાથી દરેક દેશવાસીના પોકેટ પર અસર પડે છે. આ કારણે દરેક માણસની નાણામંત્રી પાસેથી અનેક પ્રકારની અપેક્ષાઓ હોય છે.

વર્તમાનમાં આયકર અધિનિયમ ૮૦ સીસીઈ હેઠળ સેકશન ૯૦ સી, ૮૦ સીસીસી અને ૮૦ સીસીડી(૧) હેઠળ એક વર્ષમાં કુલ ૧.૫૦ લાખનો ઘટાડો કરવાથી ફાયદો મળે છે. આ મર્યાદાને ૨૦૨૪માં ૧ લાખથી વધારીને ૧.૫ લાખ કરવામાં આવી હતી. તે પહેલા ૨૦૦૩માં એક લાખ રૂપિયાની મર્યાદા નક્કી કરવામાં આવી હતી. આવી રીતે જોવામાં આવે તો અંદાજે ૧૮ વર્ષ પહેલા એક લાખની મર્યાદા નક્કી કરવામાં આવી હતી.

ટેક્ષ સાથે જોડાયેલા વર્તમાન કાયદા મુજબ એકાઉન્ટને બંધ કરવા પર નિકાસીની ૬૦ ટકા રકમ પર જ ટેક્ષ છુટ મળે છે. બાકી રહેલી રકમથી એનપીએસ સબ્સક્રાઈબરને એન્યુટી ખરીદવી પડે છે. એનપીએસના ઉપાડના વિપરીત રીટાયરમેન્ટ સમયે ઈપીએફ ખાતામાં જમા સંપૂર્ણ રકમ પર કોઈ પણ પ્રકારનો ટેક્ષ આપવો પડે નહિ.

આયકર સાથે જોડાયેલા નિયમો મુજબ ઘરની ખરીદી, નિર્માણ અને રીનોવેશન માટે લેવામાં આવેલી લોન પર ચૂકવતા વ્યાજ પર ઈન્કમ ટેક્ષમાં છૂટનો ફાયદો મળે છે. જો કે બે સેલ્ફ ઓકયુપાઈડ ઘરોના મામલે આ છૂટ બે લાખ રૂપિયા સુધી જ મર્યાદીત છે. જો કે મકાનને ભાડે આપવામાં આવ્યુ છે તો કોઈ પણ પ્રકારની કોઈ મર્યાદા નથી.

(3:31 pm IST)