મુખ્ય સમાચાર
News of Friday, 15th January 2021

આ ગતિરોધનું સમાધાન માત્ર વડાપ્રધાન તમે જ કરી શકો છોઃ કૃષિ કાયદા મુદ્દે સુપ્રિમ કોર્ટના પૂર્વ જજ કાત્‍જુએ નરેન્‍દ્રભાઇ મોદીને પત્ર પાઠવ્‍યો

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ માર્કન્ડેય કાત્જુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. પત્રમાં જસ્ટિસ કાત્જુએ પીએમ મોદીને કહ્યુ કે ખેડૂતો તરફથી કોર્ટની કમિટી ઠુકરાવ્યા બાદ સરકારે કાયદાને પરત લેવો જોઇએ અને સાથે જ હાઇ પાવર ખેડૂત કમીશનની રચના કરવી જોઇએ. 

માર્કન્ડેય કાત્જુએ લખ્યુ, “ભારતમાં ખેડૂત આંદોલન અને તેની સાથે જોડાયેલી સમસ્યા એક ગતિરોધ પર પહોચી ગઇ છે. ખેડૂત સંગઠનોએ સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત 4 સભ્યની સમિતીની સુનાવણીમાં ભાગ લેવાનો ઇનકાર કરી દીધો છે અને સ્પષ્ટ કહ્યુ છે કે જ્યાર સુધી તે 3 કાયદાને રદ કરવામાં નહી આવે ત્યાર સુધી આંદોલન પૂર્ણ નહી થાય. સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ માર્કન્ડેય કાત્જુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી અપીલ કરી છે કે તે આગળ વધીને ખેડૂત આંદોલન પર એક મધ્યનો રસ્તો સ્વીકાર કરે.

માર્કન્ડેય કાત્જુના પત્રમાં શું છે?

માનનીય વડાપ્રધાનજીને અપીલ.

ન્યાયમૂર્તિ માર્કન્ડેય કાત્જુ, પૂર્વ ન્યાયાધીશ, સુપ્રીમ કોર્ટ, ભારત

આદરણીય મોદીજી,

ખેડૂતોના પ્રતિનિધિઓ અને કેન્દ્રીય સરકારના મંત્રીઓ વચ્ચે અત્યાર સુધી વાતચીતનું કોઇ પરિણામ આવ્યુ નથી.

સરકાર કેટલાક સંશોધનો પર વિચાર તો કરી રહી હતી પરંતુ ખેડૂત પોતાની આ માંગ પર અટલ લાગી રહ્યા હતા કે ત્રણ કાયદાને જેને સરકાર લાગુ કરવા ઇચ્છે છે તેને રદ કરવા જોઇએ.

ખેડૂત આંદોલન હવે ચિંતાજનક ઉંચાઇઓ પર પહોચી ગયુ છે અને હવે દરેક વસ્તુ તમારી પર નિર્ભર છે કારણ કે આ ગતિરોધનું સમાધાન માત્ર વડાપ્રધાન તમે જ કરી શકો છો.

સમ્માનપૂર્વક, હું તમને એક મિડલ રસ્તો સ્વીકાર કરવા માટે અપીલ કરૂ છું (જેની પર મે પહેલા પણ સૂચન આપ્યુ હતું) કે ખેડૂત જે ત્રણ કાયદા પર આપત્તિ વ્યક્ત કરી રહ્યા છે તે બન્યા રહેશે પરંતુ સ્થગિત રહેશે. ભવિષ્યમાં ખેડૂત સંગઠનો સાથે ચર્ચા દ્વારા પરસ્પર સ્વીકાર્ય સૂત્ર અને પક્ષો દ્વારા સહમતિ થવા પર આ કાયદામાં યોગ્ય સંશોધન કરવામાં આવે અને ત્યારે આ લાગુ થશે.

આ તમારા દ્વારા જાહેર થવુ જોઇએ. આ કાયદાને રદ કરવાથી તમારી સરકારની છબી પણ નહી ખરડાય અને લાગુ ના કરવા પર આ આંદોલન કરનારા ખેડૂતોની આંશિક સફળતા પણ હશે. આ રીતે બન્ને પક્ષોને આંશિક સફળતા મળશે.

જો આ જાહેરાત કરવામાં નથી આવતી તો મને ભય છે કે નજીકના ભવિષ્યમાં આવનારા પરિણામ અને પરિદ્રશ્ય કઇક આવા હશે:

1. આંદોલન કરનારા ખેડૂત, જે પોતાના સંઘર્ષને ચાલુ રાખવા પર અટલ છે, દિલ્હી જતા તમામ રસ્તાને રોકી દેશે (કેટલાક પહેલા જ અવરોધ છે) જેનાથી દિલ્હી અને અન્ય જગ્યાએ લોકોને ભારે કષ્ટ અને પીડા ઝેલવી પડશે.

2. સરકાર સ્વાભાવિક રીતે આ સ્થિતિને વધુ સમય સુધી સહી નથી શકતી અને ના તો કરશે અને ત્યારે પોલીસને આદેશ આપશે કે તે આંદોલનકારીઓને હટાવે. આંદોલનકારી સ્વેચ્છાથી નહી હટે અને અંતે પોલીસ દ્વારા તેમની પર ગોળીબાર કરવામાં આવશે અથવા લાઠીચાર્જ કરવામાં આવશે. જેવુ કે જાન્યુઆરી 1905માં સેન્ટ પીટર્સબર્ગમાં લોહીયાળ રવિવાર થયો હતો, અથવા જેવુ પેરિસમાં ઓક્ટોબર 1714માં વેંદેમિએરીના દિવસે થયો જ્યારે નેપોલિયને પોતાની તોપોથી ભીડને હટાવી દીધી હતી.

3. જો આવુ થાય છે તો પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં મોટા મોટા આંદોલન શરૂ થઇ જશે, જેનાથી જનતાનું સામાન્ય જીવન અસ્તવ્યસ્ત થઇ જશે અને અન્ય રાજ્યમાં પણ તેની પ્રતિક્રિયા જોવા મળશે જ્યા ખેડૂતોના સમર્થનમાં અનેક લોકો પ્રદર્શન કરશે.

4. આ બધાનું પરિણામ તે આવશે કે દેશમાં અવ્યવસ્થા ફેલાશે અને હાહાકાર મચી જશે. અર્થવ્યવસ્થા પહેલા જ ખરાબ સ્થિતિમાં છે અને તેનાથી પણ વધુ ખરાબ સ્થિતિ ઉભી થશે, જેનાથી જનતાને કષ્ટ અને દુખ થશે. ચીનના આપણા વિરૂદ્ધ ઉગ્ર થવા વધુ પ્રોત્સાહન મળશે (જેવુ કે પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે કેન્દ્રીય ગૃહમંત્રી સાથે પોતાની વાતચીતમાં સૂચવ્યુ હતું)

આ વિકટ પરિસ્થિતિમાં દેશની જનતા તરફથી તમને અપીલ કરૂ છું કે તમે ઉપર્યુક્ત સૂચનની જાહેરાત કરો અને જનતા તેમજ ખેડૂતોના સંકટને દૂર કરો.

(5:02 pm IST)