મુખ્ય સમાચાર
News of Friday, 15th January 2021

2005 પહેલા શું હતુ ? કેટલી હિંસા ? કેટલા ગુન્‍હા ? જંગલ રાજ ભુલી ગયા કે શું ? રૂપેશ હત્‍યા કેસ મુદ્દે બિહારના મુખ્‍યમંત્રી નીતિશકુમાર ભડક્‍યા

પટના: બિહારનું રાજકારણ એક વખત ફરીથી ગરમાયું છે. વાસ્તવમાં રુપેશ સિંહ હત્યા કેસે મુખ્યમંત્રી નીતિશ કુમારની મુશ્કેલી વધારી દીધી છે. મીડિયા અને પ્રજાના પ્રશ્નોની નીતિશ કુમાર પરેશાન થઈ રહ્યાં છે. શુક્રવારે પણ હત્યા કેસમાં સવાલોથી પરેશાન CM નીતિશ કુમાર ભડકી ઉઠ્યા અને બોલ્યા- શું જંગલ રાજ ભૂલી ગયા?”

ઉલ્લેખનીય છે કે, બિહારની રાજધાની પટનામાં ઈન્ડિગો એરલાઈન કંપનીના સ્ટેશન મેનેજર રુપેશ સિંહની હત્યાને 3 દિવસ થઈ ગયા છે, પરંતુ હત્યારાઓ હજુ સુધી પોલીસ પક્કડથી દૂર છે. આટલું જ નહીં, પોલીસને હત્યારાઓનું કોઈ પગેરુ સુદ્ધા મળ્યું નથી. જેને લઈને CM નીતિશ કુમારને પ્રશ્ન પૂછતા તેઓ ભડકી ઉઠ્યા હતા. નીતિશ કુમારે પત્રકારોને સામે પ્રશ્ન પૂછી લીધો કે, તમે જાણતા હોવ, તો બતાવી દો.

રુપેશ હત્યાકાંડ પર પૂછવામાં આવતા પ્રશ્નોને નીતિશ કુમારે ખોટો પ્રશ્ન ગણાવતા કહ્યું કે, તમારો સવાલ ખોટો અને અયોગ્ય છે. તમે જાણી લો, તમે પોલીસને આ પ્રકારે ડિમોરલાઈજ ના કરશો. પોલીસ કામ કરી જ રહી છે. તમે ધ્યાનથી જુઓ. તમને જ પૂછીએ છીએ કે, 2005 પહેલા શું હતું. કેટલી હિંસા? કેટલા ગુના? જંગલરાજ ભૂલી ગયા કે શું?

શું આજે તેવી સ્થિતિ છે. દર વર્ષે ક્રાઈમ રેટના આંકડા જાહેર થાય છે. બિહાર ગુનાખોરી મામલે 23માં ક્રમે છે. રુપેશની હત્યા પર દુ: થાય છે. આ કેસ સ્પીડ ટ્રાયલ કરાવાશે. DGPએ મને વચન આપ્યું છે અને મને વિશ્વાસ પણ છે.

પત્રકારોના બહાને લાલૂ-રાબડી પર સાધ્યુ નિશાન

નીતિશ કુમારે પત્રકારો પર ભડકવાના બહાને એક વખત ફરીથી લાલૂ-રાબડી પર નિશાન સાધ્યું અને કહ્યું કે, તમે કોના સમર્થક છો? હું તમને સીધુ પૂછી રહ્યો છું કે, લાલૂ-રાબડીના રાજમાં કેટલા ગુના થયા? તમે તેને કેમ હાઈલાઈટ નથી કરી રહ્યાં?

નીતિશ કુમારે કહ્યું કે, હત્યા પાછળ કોઈને કોઈ કારણ હોય છે. સ્પેશિયલ ટીમ કેસની તપાસ કરી રહી છે. રુપેશ સિંહના હત્યારાઓને બક્ષવામાં નહીં આવે.

જણાવી દઈએ કે, મંગળવારે રુપેશસિંહની ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. મુખ્યમંત્રી નીતિશકુમારે આ મામલે આરોપીઓને જલ્દી ઝડપી લેવા માટે DGPને આદેશ આપ્યાં છે. રુપેશની હત્યાના બે દિવસ બાદ પણ પોલીસને આરોપીઓના કોઈ સઘડ નથી મળ્યા. જો કે પોલીસ નિષ્પક્ષ અને ઊંડી તપાસનો દાવો જરૂર કરી રહી છે.

(5:02 pm IST)