મુખ્ય સમાચાર
News of Saturday, 15th January 2022

વર્ષ ૨૦૨૧, વર્ષ ૧૯૦૧ પછીનું પાંચમું સૌથી ગરમ વર્ષ

નવી દિલ્‍હી,તા. ૧૫ : વર્ષ ૨૦૨૧, વર્ષ ૧૯૦૧ બાદનું ભારતનું સૌથી ગરમ વર્ષ રહ્યું હોવાનું હવામાન ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્‍યું હતું.
પૂર, વાવાઝોડું, ભારે વરસાદ, ભેખડો ધસી પડવાની દ્યટના, વીજળી પડવા જેવી કુદરતી આફતોને કારણે વર્ષ ૨૦૨૧માં ભારતમાં ૧,૭૫૦ જણનાં મોત થયાં હતાં. વર્ષ ૨૦૧૬, વર્ષ ૨૦૦૯, વર્ષ ૨૦૧૭ અને વર્ષ ૨૦૧૦ બાદ વર્ષ ૨૦૨૧, વર્ષ ૧૯૦૧ બાદનું પાંચમું સૌથી ગરમ વર્ષ રહ્યું હતું.
વર્ષ ૨૦૨૧માં એન્‍યુઅલ મિન એર ટેમ્‍પરેચર સામાન્‍ય કરતા ૦.૪૪ ડિગ્રી જેટલું વધુ નોંધાયું હતું. ચોમાસા બાદ અને શિયાળા દરમિયાન નોંધાયેલું વધુ તાપમાન આ પાછળનું મુખ્‍ય કારણ હોવાનું હવામાન ખાતાએ કહ્યું હતું.  વર્ષ ૨૦૧૬, ૨૦૦૯, ૨૦૧૭ અને ૨૦૧૦માં એન્‍યુઅલ મિન એર ટેમ્‍પરેચર સામાન્‍ય કરતા અનુક્રમે ૦.૭૧૦, ૦.૫૫૦, ૦.૫૪૧ અને ૦.૫૩૯ ડિગ્રી જેટલું વધુ નોંધાયું હતું.

 

(10:36 am IST)