મુખ્ય સમાચાર
News of Saturday, 15th January 2022

ભારત આવી રહેલા અમીરાતનાં બે વિમાન દુબઈ એરપોર્ટ પર એક બીજા સાથે અથડાતા બચી ગયા

દુબઈ એરપોર્ટ પર એક મોટી દુર્દ્યટના થતા રહી ગઇ હતીઃ એક એવી સ્‍થિતિ ઉભી થઇ હતી કે બે વિમાનો એકબીજા સાથે અથડાઇ શકે તેમ હતુ પરંતુ તેમ ન બનતા એક મોટી દુર્ઘટના ટળી હતી

દુબઇ,તા. ૧૫: દુબઈ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના થતા રહી ગઇ હતી. એક એવી સ્‍થિતિ ઉભી થઇ હતી કે બે વિમાનો એકબીજા સાથે અથડાઇ શકે તેમ હતુ પરંતુ તેમ ન બનતા એક મોટી દુર્ઘટના ટળી હતી. મળતી માહિતી મુજબ, આ બન્ને વિમાન સેંકડો મુસાફરોને લઈને ભારત આવી રહ્યા હતા અને એક જ સમયે ટેકઓફ માટે રનવે પર પહોંચી ગયા હતા. મામલો ૯ જાન્‍યુઆરીનો છે અને તેની માહિતી સાર્વજનિક હવે થઈ છે.
આ ઘટના સાથે સંકળાયેલા એક વ્‍યક્‍તિએ જણાવ્‍યું કે- ‘દુબઈ-હૈદરાબાદ ફ્‌લાઈટ EK-૫૨૪ રનવે 30R પરથી ટેક-ઓફ માટે તૈયાર થઈ રહી હતી ત્‍યારે ક્રૂએ તે જ દિશામાં વધુ ઝડપે બીજા વિમાનને આવતું જોયું. ત્‍યારે ATC દ્વારા ટેક-ઓફ તુરંત જ નકારી કાઢવાની સૂચના આપવામાં આવી હતી. રનવે ઓળંગી ગયેલું એરક્રાફ્‌ટ સુરક્ષિત રીતે ધીમું પડી ગયું હતું અને ટેક્‍સીવે ફ૪ દ્વારા રનવે સાફ કરાયો હતો. દુબઈથી બેંગ્‍લોરની બીજી અમીરાતની ફ્‌લાઈટ EK-568, જે રોલિંગ કરી રહી હતી, તેને પણ તે જ રનવે ૩૦ય્‍ પરથી ટેક-ઓફ કરવાનુ હતુ. UAEના ઉડ્ડયન તપાસ સંસ્‍થા એર એક્‍સિડન્‍ટ ઇન્‍વેસ્‍ટિગેશન સેક્‍ટરે ૯ જાન્‍યુઆરીએ દુબઈ એરપોર્ટ પર બનેલી ઘટનાની તપાસ શરૂ કરી છે. સમાચાર એજન્‍સી એએનઆઈના જણાવ્‍યા અનુસાર, ટેક-ઓફને તુરંત જ નકારી કાઢવામાં આવ્‍યા બાદ સેંકડો લોકોનાં જીવ બચી ગયા હતા.
આંતરિક સૂત્રોના જણાવ્‍યા અનુસાર, તે લગભગ આપત્તિની ઘટના હતી. એવિએશન હેરાલ્‍ડના અહેવાલ મુજબ, દેખીતી રીતે હૈદરાબાદ જતી ફ્‌લાઇટ ટેક ઓફ કરવાની પરવાનગી વિના રનવે પર હતી. એર ટ્રાફિક કંટ્રોલે બેંગલુરુ જતી ફ્‌લાઇટને ટેક-ઓફ માટે ક્‍લિયર કરી દીધી હતી. હૈદરાબાદ જતી ફ્‌લાઇટને ટેક-ઓફ અટકાવવાનો આદેશ આપવામાં આવ્‍યો હતો. તે સમયે પ્‍લેન રનવે પર ૨,૬૦૦ ફૂટ નીચે ગયું હતું અને ૧૩૦ નોટની ઝડપે પહોંચી ગયું હતું. પાઇલોટ્‍સ પ્‍લેનને તેની વધુ ઝડપે ધીમી કરવામાં સક્ષમ રહ્યા હતા.

 

(10:37 am IST)