મુખ્ય સમાચાર
News of Saturday, 15th January 2022

મોદી સરકાર ન્‍યૂનતમ બેઝિક પે ૧૮,૦૦૦થી વધારીને ૨૬,૦૦૦ રૂપિયા કરશે

જો બજેટ પહેલા કેબિનેટની મંજૂરી મળી જશે તો બજેટ પહેલા આ લાગુ પણ કરી દેવામાં આવશે

નવી દિલ્‍હી,તા.૧૫: વિધાનસભાની ચૂંટણી પહેલા કેન્‍દ્ર સરકારના કર્મચારીઓને ભેટ મળી શકે છે. કેન્‍દ્રીય કર્મચારીઓની સેલેરીમાં વધારાની આશા કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્‍સ પ્રમાણે મોદી સરકાર ફિટમેન્‍ટ ફેક્‍ટરને વધારવા પર વિચાર કરી રહી છે. બતાવવામાં આવી રહ્યું છે કેન્‍દ્રીય કર્મચારીઓની બેઝિક સેલેરી ૧૮ હજાર રૂપિયાથી વધારીને ૨૬ હજાર રૂપિયા થઇ શકે છે.
કેન્‍દ્ર અને રાજય સરકારના કર્મચારીઓનું ફિટમેન્‍ટ ફેક્‍ટર વધારવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે કેન્‍દ્રીય કર્મચારીઓની સેલેરી વધારવા માટે ફિટમેન્‍ટ ફેક્‍ટરનો ઉપયોગ થાય છે. ર્મચારી સંગઠન આ મામલામાં સરકારના પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે જે પછી સંભાવના છે કે ન્‍યૂનતમ સેલેરીમાં મોટા વધારો કરવામાં આવી શકે છે.
જો મોદી સરકાર ફિટમેન્‍ટ ફેક્‍ટરને વધારશે તો કર્મચારીઓની ન્‍યૂનતમ વેલ્‍યૂ વેતન એટલે બેઝિક સેલેરી વધીને ૨૬,૦૦૦ થઇ શકે છે. જો બજેટ પહેલા કેબિનેટની મંજૂરી મળી જશે તો બજેટ પહેલા આ લાગુ પણ કરી દેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે કેન્‍દ્ર અને રાજયના કર્મચારીઓની લાંબા સમયથી માંગણી છે કે તેમના ફિટમેન્‍ટ ફેક્‍ટરને ૨.૫૭ ટકાથી વધારીને ૩.૬૮ ટકા કરી દેવામાં આવે. બતાવવામાં આવી રહ્યું છે કે કેન્‍દ્રીય કર્મચારીઓના ફિટમેન્‍ટ ફેક્‍ટરને લઇને સરકાર વિચાર કરી શકે છે. કેન્‍દ્રીય કર્મચારીઓના ફિટમેન્‍ટ ફેક્‍ટરને કેન્‍દ્રીય કેબિનેટમાંથી મંજૂરી મળી શકે છે. કેબિનેટના અપ્રુવલ પછી તેને એક્‍સપેંડિચરમાં સામેલ કરવામાં આવી શકે છે.
જો બેઝિક પે ૧૮૦૦૦ રુપિયાથી વધારીને ૨૬,૦૦૦ રૂપિયા થઇ જાય તો મોંદ્યવારી ભથ્‍થું પણ વધી જશે. મોંઘવારી ભથ્‍થું બેઝિક વેતનના ૩૧ ટકા બરાબર છે. DA નું કેલકુલેશન ડીએના દર બેઝિક પે થી ગુણા કરીને કાઢી શકાય છે. એટલે કે વેતન વધવાથી મોંદ્યવારી ભથ્‍થા પણ વધી જશે.


 

(10:43 am IST)