મુખ્ય સમાચાર
News of Saturday, 15th May 2021

ગલ્ફ દેશોમાંથી 10 લાખ ભારતીય કામદારો કેરળ પરત ફર્યા : કોવિદ -19 ના કારણે છટણી થતા વતનની વાટ પકડી : રાજ્યની આવકમાં ઘટાડો નોંધાયો

કેરળ : સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.તેવા સંજોગોમાં ગલ્ફ દેશોમાં રોજી રોટી રળવા ગયેલા ભારતીયો પણ પરત ફરવા મજબુર બન્યા છે.કારણકે આ દેશોમાં પણ  કોવિદ -19 ના કહેરને કારણે અનેક કામદારોને છુટા કરાયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગલ્ફ દેશોમાંથી વતન કેરળ પરત ફરેલા કામદારોની સંખ્યા 10.02 લાખ જેટલી થવા જાય છે.જેની સીધી અસર રાજ્ય સરકારની આવક ઉપર થઇ છે.કારણકે આ કામદારો વતનમાં નાણાં મોકલતા હતા તે મોકલવાનું હવે બંધ થઇ ગયું છે.એટલું જ નહીં પરત ફરેલા કામદારો માટે રોજી રોટીનો પણ સવાલ ઉભો થયો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(4:38 pm IST)