મુખ્ય સમાચાર
News of Saturday, 15th May 2021

રસીકરણને મળશે વેગ : ભારતમાં પહેલા વ્યક્તિને રશિયાની સ્પૂતનિક V રસીનો પહેલો ડોઝ અપાયો

વેક્સીન લેનાર દિપક હૈદરાબાદની ડો. રેડ્ડી લેબમાં કસ્ટમ ફાર્મા સર્વિસના ગ્લોબલ હેડ : ભારતમાં આ રસીનું ઉત્પાદન હૈદરાબાદ સ્થિત ડો. રેડ્ડી લેબ દ્વારા કરાશે

નવી દિલ્હી :ભારતમાં પહેલા વ્યક્તિને રશિયાની સ્પૂતનિક V રસી આપવામાં આવી છે. અત્યાર સુધી ભારત પાસે બે રસી હતી, એક કોવિશીલ્ડ અને બીજુ કોવેક્સિન. ત્યારે હવે કુલ ત્રણ રસીઓ થઇ છે. સ્પૂતનિક V દ્વારા ટ્વિટ કરીને કહેવામાં આવ્યું છે કે ભારતમાં સ્પૂતનિક Vનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. અમને ગર્વ છે કે કોરોના સામે ભારતની આ લડાઇમાં અમે તેમની સાથે છે. સ્પૂતનિક V હવે અક રશિયન-ભારતીય કોરોના વેક્સિન છે.

આ વેક્સિનના મોટા જથ્થાનું ઉત્પાદન ભારતમાં થશે. એવી આશા રાખવામાં આવી રહી છે કે આ વર્ષે ભારતમાં 8.5 કરોડ ડોઝ તૈયાર થઇ જશે. દેશમાં રશિયન રસી સ્પૂતનિક Vનો પહોલો ડોઝ દીપક સાપરાને આપવામાં આવ્યો છે

દિપક હૈદરાબાદની ડો. રેડ્ડી લેબમાં કસ્ટમ ફાર્મા સર્વિસના ગ્લોબલ હેડ છે. તેમને હૈદરાબાદમાં જ આ રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે.

સૂત્રો જણાવ્યા પ્રમાણે રશિયાની સ્પૂતનિક Vની દોઢ લાખ ડોઝ એક મેતી ભારતમાં આવી ગયા હતા. પ્રોટોકલ અંતર્ગત 100 સેમ્પલને સેન્ટ્રલ ડ્રગ લેબમાં મોકલવામાં આવ્યા છે, જે હિમાચલ પ્રદેશના કસૌલીમાં આવેલા છે. અત્યાર સુધી કોવેક્સિન અને કોવીશિલ્ડના ઉપયોગ વડે દેશમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું હતું. કેન્દ્ર સરકાર આ બંને રસીને 250ની કિંમતે ખરીદે છે. તો રાજ્ય સરકાર, ખાનગી હોસ્પિટલ અને ખુલ્લા માર્કેટ માટે અલગ અલગ કિંમત નક્કી કરવામાં આવી છે.

(12:00 am IST)