મુખ્ય સમાચાર
News of Saturday, 15th May 2021

આ વર્ષે કોરોના વધારે ઘાતક અને જીવલેણ બની શકે છે : WHO

આપણે મહામારીના બીજા વર્ષમાં છીએ જે પહેલા વર્ષ કરતાં વધુ ઘાતક છે : ધનિક લોકોને વેકસીન દાન કરવાની અપીલ કરી છે WHOએ

જિનેવા,તા.૧૫: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (WHO)ગઇકાલે ચેતવણી આપી છે કે આ વર્ષે કોરોના વાયરસ વધારે દ્યાતક બનવાનો છે. ડબલ્યુએચઓના ડાયરેકટર જનરલ ટ્રોડસ ઘેબ્રેયેસસે કહ્યું છે કે, કોરોનાનું બીજુ વર્ષ પહેલા વર્ષની તુલનામાં વધારે જીવલેણ બનવા તરફ આગળ વધી રહ્યું છે. આ સાથે તેમણે ધનિક દેશોને અપીલ કરી છે કે તેઓ હાલમાં બાળકોને વેકસીન આપ્યા કરતા કોવેકસ માટે ડોઝનું દાન કરે.

તેમણે જણાવ્યું હતું કે, હું સમજી શકું છું કે કેમ ઘણા દેશો પોતાના ત્યાં બાળકોને વેકસીન આપવા ઈચ્છે છે, પરંતુ હાલમાં તેમણે આ અંગે પુનર્વિચાર કરવો જોઈએ. હું તેમને કોવેકસ માટે વેકસીન દાનમાં આપવાની અપીલ કરું છું.

કોવેકસ કોરોના વેકસીનને લઈને એક ગ્લોબલ કોલાબ્રેશન છે. તેનો હેતું વેકસીન તૈયાર કરવાની, તેનું પ્રોડકશન કરવાનું અને પ્રત્યેક દેશને પહોંચાડવાનો છે. આ કોલાબ્રેશનનું નેતૃત્વ ઞ્ખ્સ્ત્ કરી રહ્યું છે. ઞ્ખ્સ્ત્ એપિડેમિક પ્રિપેયર્ડનેસ ઈનોવેશન અને ડબલ્યુએચઓનું ગઠબંધન છે.

આ વર્ષે ભારત માટે કોરોના વધારે દ્યાતક રહ્યો છે. બીજી લહેરે દેશમાં હાહાકાર મચાવી દીધો છે. ભારતમાં અત્યારે કોરોનાન લગભગ એટલા કેસ સામે આવી રહ્યા છે જેટલા બાકીના દેશોમાં કુલ મળીને નવા કેસ આવી રહ્યા છે. ભારતમાં અત્યાર સુધી કોરોનાથી ૨.૬૦ લાખથી વધારે લોકોના મોત થયા છે. બીજી તરફ જાપાન હાલમાં કોરોનાની ચોથી લહેરનો સામનો કરી રહ્યું છે. ત્યાં હવે ઓલિમ્પિકસ રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે.

કોરોનાથી સમગ્ર વિશ્વમાં અત્યાર સુધી ૩૩.૪૭ લાખથી વધુ લોકોના મોત થયા છે. અમેરિકામાં ઝડપથી રસીકરણ કરવામાં આવી રહ્યું છે અને ત્યાં હાલમાં પરિસ્થિતિ સુધી રહી છે. અમેરિકામાં ગુરૂવારથી ૧૨થી ૧૫ વર્ષના બાળકોને ફાઈઝરની વેકિસન આપવાનું શરૂ થઈ ગયું છે. જોકે, વિશ્વના સૌથી શકિતશાળી દેશ ગણાતા અમેરિકાએ પણ કોરોનાનો માર સહન કર્યો છે. ત્યાં અત્યાર સુધી ૫.૮૦ લાખથી વધારે લોકોના મોત થયા છે. હવે અમેરિકામાં વેકસીન લેનારાઓ માટે માસ્ક પહેરવાને લઈને જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન્સ પાછી લેવામાં આવી છે.

અમેરિકા અને કેનેડા જેવા દેશોએ વેકસીનનો એટલો સ્ટોક કરી રાખ્યો છે જે તેમની સમગ્ર વસ્તીને રસી આપ્યા બાદ પણ બચશે. તેવામાં ડબલ્યુએચઓ એ ચિંતા વ્યકત કરી છે કે ગરીબ દેશોમાં વેકસીનની તંગીના કારણે પરિસ્થિતિ બગડી ના જાય. તેના કારણે ડબલ્યુએચઓના વડાએ કોવેકસ પ્રોગ્રામ માટે વેકસીન દાન કરવાની અપીલ કરી છે.

(10:32 am IST)