મુખ્ય સમાચાર
News of Saturday, 15th May 2021

ગોએર ૩૬૦૦ કરોડ ઉભા કરવા મુડીબજારમાં આવશે

૨૮ ઘરેલુ તથા ૯ આંતરરાષ્ટ્રીય ડેસ્ટીનેશનમાં કાર્યરત છે

મુંબઇ,તા.૧૫: ગો એરલાઇન્સ (ઇન્ડિયા)  લિમિટેડ (ગોએર/કંપની)એ આજે જાહેર કર્યું છે કે તેણે રૂ. ૩૬૦૦ કરોડ ઉભાં કરવા માટે સિકયુરિટિઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) સમક્ષ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેકટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે.

ગોએર સેબી (ઇશ્યૂ ઓફ કેપિટલ એન્ડ ડિસ્કલોઝર રિકવાયર્નમેન્ટ્સ) રેગ્યુલેશન્સ, ૨૦૧૮ અનુસાર ૧૦૦ ટકા બુક બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ)ની દરખાસ્ત ધરાવે છે. કંપની રૂ. ૩૬૦૦ કરોડ સુધીના ફ્રેશ ઇકિવટી શેર્સ ઓફર કરશે.

કેપિટલના ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત થયેલાં ભંડોળનો ઉપયોગ ગોએર (૧) ગોએર દ્વારા લેવાયેલા ઋણની પૂર્વ ચૂકવણી અથવા બાકીની તમામ ચૂકવણી અથવા બાકીના કેટલાંક હિસ્સાની ચૂકવણી, (૨) લેટર ઓફર ક્રેડિટ્સના રિપ્લેસમેન્ટ, જે લીઝ રેન્ટલ પેમેન્ટ્સ પ્રત્યે કેટલાંક એરક્રાફ્ટ લેઝર્સને ઇશ્યૂ કરવામાં આવે છે અને એરક્રાફ્ટ્સના ભાવિ મેન્ટેનન્સ, રોકડ જમા સાથે, (૩) અમારી કંપનીને સપ્લાય કરાયેલા ઇંધણ માટે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડને બાકીની રકમની ચૂકવણી, હિસ્સો અથવા સંપૂર્ણ, અને (૪) કોર્પોરેટના સામાન્ય હેતુ માટે કરવામાં આવશે. વધુ માહિતી માટે ડીઆરએચપીના સેકશન ઓબ્જેકટ્સ ઓફ ધ ઇશ્યૂ જૂઓ. ગોએરએ તેની વૃદ્ઘિ યોજનાઓ અંતર્ગત ૧૪૪  એરબસ એ૩૨૦નિયો એરક્રાફ્ટ્સની ડિલિવરી માટેના ઓર્ડર્સ આપ્યાં છે. તેમાંથી એરલાઇને ૪૬ એરબસ એ૩૨૦નિયો એરક્રાફ્ટ્સની ડિલિવરી મેળવી છે અને ૯૮ એરબસ એ૩૨૦નિયો એરક્રાફ્ટની ડિલિવરીની રાહ જોઇ રહ્યું છે.

૩૧ જાન્યુઆરી, ૨૦૨૦ મૂજબ ગોએર ૨૮ દ્યરેલુ અને ૯ આંતરરાષ્ટ્રીય ડેસ્ટિનેશર્નં આવરી લે છે. એરલાઇનનું નેટવર્ક ભારત અને વિદેશના મોટા શહેરોમાં ફેલાયેલુ છે.

(10:33 am IST)