મુખ્ય સમાચાર
News of Saturday, 15th May 2021

ભીષણ વાવાઝોડું ગુજરાતથી પસાર થવાનું છે ત્યારે

પરિસ્થિતિનું આકલન કરવા નરેન્દ્રભાઈ એ ખાસ બેઠક બોલાવી

નવીદિલ્હી: વાવાઝોડું 'તૌકેત' ભીષણ ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થઈ શકે છે તેવી હવામાન ખાતું  ચેતવણી આપે છે.

આ દરમિયાન સરકારી સ્ત્રોતને ટાંકીને ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી ચક્રવાત 'તૌકતે' ને નિપટવા માટેની તૈયારીઓ જાણવા  ઉચ્ચ કક્ષાની બેઠક યોજી રહ્યા છે. એનડીએમએના અધિકારીઓ સહિત ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં શામેલ થશે.

૧૭ મેના રોજ "ભીષણ  ચક્રવાતી તોફાન" માં ફેરવાશે અને એક દિવસ પછી ૧૮ મીએ ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છના કાંઠેથી પસાર થવાની સંભાવના છે.

હવામાન ખાતાના વાવાઝોડા  ચેતવણી વિભાગે જણાવ્યું હતું કે ૧૬ થી ૧૯ મેની વચ્ચે તે ૧૫૦-૧૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે "ખૂબ જ તીવ્ર ચક્રવાટી તોફાન" ​માં ફેરવાય તેવી સંભાવના છે.  વચ્ચે વચ્ચે પવન પણ ૧૭૫ કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે.

(10:58 am IST)