મુખ્ય સમાચાર
News of Saturday, 15th May 2021

કોરોનાની બીજી લહેરથી અટકયા એક તૃત્યાંતશ EMI: ર.૯૦ કરોડ નિષ્ફળ રહ્યા ઓટો ડેબિટ લેવડ-દેવડઃ ચેક રીટર્ન વધ્યા

વેપાર ધંધા ઠપ્પઃ નોકરીઓ જવાથી લોન લેનારા મુશ્કેલીમાં

નવી દિલ્હી તા.૧પ : કોરોના મહામારીની બીજી લહેરે આર્થિક ગતિવિધીઓની ગતી ફરીથી ધીમી કરી નાખી છે આની અસર લોનના હપ્તા ચુકવવામાંં પણ  પડી છે ધંધાર્થીઓના ધંધાર્થીઓના ધંધા મંદા થવા અને નોકરિયાત વર્ગની નોકરીઓ જવાના કારણે એપ્રિલમાં ઓટો ડેબીટ પેમેન્ટમાં બાઉન્સીંગના મામલા વધી ગયા છે. એટલે કે લોનના ઇએમઆઇ અટકવાના કિસ્સાઓ વધ્યા છે.નેશનલ ઓટોમેટેડ કલીયરીંગ હાઉસ (એનસીએચ) ના આંકડાઓ અનુસાર સંખ્યાના હિસાબે એપ્રિલમાં ૩૪.૦પ ટકા ઓટોડેબીટ ટ્રાન્ઝેકશન નિષ્ફળ રહ્યા જયારે માર્ચમાં ૩ર,૭૬ ટકા ટ્રાન્જેકશન નિષ્ફળ રહ્યા હતા. ફેબ્રુઆરી ર૦ર૦ પછી આ સૌથી નીચલુ સ્તર હતું. એટલે કે સ્થિતી સુધરી રહી હતી પણ ફરથી સંકટ ઉભુ થયું છે. એપ્રિલમાં કુલ ૮,પ૪ કરોડ ઓટો ડેબીટ ટ્રાન્ઝેકશનનો પ્રયત્ન કરાયો હતો તેમાંથી પ.૬૩ કરોડ સફળ અને ર.૯૦ કરોડ નિષ્ફળ રહ્યા હતા. કુલ ઓટોડેબીટમાં થી અસફળ ઓટો ડેબીટની હિસ્સેદારી ડીસેમ્બરથી ઘટી રહી હતી જેનાથી કસ્ટમરો સામાનનો માસિક હપ્તો (ઇએમઆઇ) યુટીલીટી, અને વીમા પ્રીમીયમના પેમેન્ટમાં વધારે નિયમિત હોવાનો સંકેત મળે છે.

નિષ્ણાંતોનું માનવું છે કે એપ્રિલના આંકડા એટલા બધા ચિંતાજનક નથી પણ લોકડાઉન લાંબુ ચાલશે તો સ્થિતી વધુ ગંભીર બનશે..બેંકો અનુસાર ફકત ઓટોડેબીટ નિષ્ફળ થવાના બનાવો જ નથી વધ્યા તેની સાથે સાથે ચેક બાઉન્સ થવાનના કેસો પણ વધી ગયા છે. જે એ વાતનો સંકેત છે કે લોકો ફરીથી ડરી ગયા છે. અને પોતાના સંકટના સમયમાં પોતાની મુડી પોતાની પાસે રાખવા માંગે છે.

(11:49 am IST)