મુખ્ય સમાચાર
News of Saturday, 15th May 2021

વાવાઝોડુ ૧૮મીએ સાંજે પોરબંદર અને નલીયાના દરિયા કિનારાની વચ્ચેથી પસાર થશેઃ સોમ- મંગળ ધોધમાર ખાબકશે

બપોરે વાવાઝોડુ ''તૌકતે'' લક્ષદ્વિપના ટાપુ, મધ્ય અને દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર ઉપર સ્થિર છે, ઉત્તર- પશ્ચિમ દિશામાં આગળ ધસી રહયું છે : તા.૧૭, ૧૮ના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અને બાકીના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ આજે બપોર બાદથી જ કોઈ- કોઈ વિસ્તારોમાં અસર દેખાવા લાગશેઃહવામાન ખાતુ : આગામી ૨૪ કલાકમાં વાવાઝોડુ વધુ તિવ્ર બની સિવિયર સાયકલોનિક સ્ટ્રોમમાં પરિવર્તીત થશેઃ હાલ ૯ કિ.મી.ની ઝડપે આગળ વધી રહ્યું છે

રાજકોટ,તા.૧૫: વાવાઝોડુ ''તૌકતે'' ૧૮મીના બપોર બાદ પોરબંદર અને  નલિયાના દરિયાકિનારાની વચ્ચે પસાર થશે. જેની અસરરૂપે આગામી સોમ- મંગળ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકશે. તો સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડશે. સિસ્ટમ્સની અસર આજે સાંજથી જ થવા લાગશે.

હવામાન ખાતાએ જણાવ્યું છે કે આજે સવારે ૫:૩૦ વાગ્યે લક્ષદ્વીપના ટાપુ ઉપર ડીપડીપ્રેશન બન્યું હતું જે વાવાઝોડામાં પરીવર્તીત થયું છે. જે આગામી ૨૪ કલાકમાં  વધુ તિવ્ર બની વેરી સિવિયર સાયકલોનિક સ્ટ્રોમના રૂપમાં પરીવર્તીત થશે. આ વાવાઝોડુ  કલાકના ૯ કિ.મી.ની ઝડપે આગળ વધી રહ્યું છે.

વેરાવળથી દક્ષિણ- દક્ષિણ પૂર્વ દિશામાંથી ૯૬૦ કિ.મી. જફારે કરાંચીથી ૧૦૫૦ કિ.મી. દૂર છે.

હવામાન ખાતાના સૂત્રો  જણાવે છે કે ૧૮મીએ બપોર બાદ પોરબંદર અને નલીયાના દરિયાકિનારાની વચ્ચેથી પસાર થશે. જેની અસરરૂપે તા.૧૭ અને ૧૮ (સોમ- મંગળ)ના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોરદાર વરસાદ ખાબકશે તો  સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડશે.

આ સિસ્ટમ્સની અસર  સૌરાષ્ટ્રમાં આજે બપોર બાદથી જ વર્તાવા લાગશે. કોઈ- કોઈ સ્થળે ગાજવીજ અને જોરદાર પવનો વચ્ચે વરસાદ પડશે.

(2:15 pm IST)