મુખ્ય સમાચાર
News of Saturday, 15th May 2021

પ.બંગાળમાં આવતીકાલથી ૩૦ મે સુધી સંપૂર્ણ લોકડાઉનઃ ફકત જરૂરી સેવાઓ રહેશે ચાલુ

કરિયાણા અને શાકભાજીની દુકાનો સવારે સાત વાગ્યાથી ૧૦ વાગ્યા સુધી (ફકત ૩ કલાક) ખુલી રહેશે

કલકત્તા, તા.૧૫: પશ્વિમ બંગાળમાં આવતીકાલથી લોકડાઉન લગાવવામાં આવ્યું છે. આવતીકાલથી બંગાળમાં જરૂરી સેવાઓને બાદ કરતાં બધુ જ બંધ રહેશે. કરિયાણા અને શાકભાજીની દુકાનો સવારે સાત વાગ્યાથી ૧૦ વાગ્યા સુધી (ફકત ૩ કલાક) ખુલી રહેશે. જયારે સવારે ૧૦ વાગ્યાથી બપોરે ૨ વાગ્યા સુધી બેંક ખુલશે. લોકડાઉનમાં સરકારી અને ખાનગી ઓફિસો બંધ રહેશે. લોકલ ટ્રેન, બસ સેવા પણ બંધ રહેશે. તમામ સ્કૂલ પણ બંધ રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે બંગાળમાં કોરોના સંક્રમણના પ્રકોપથી ખૂબ ઝડપથી ફેલાઇ રહ્યું છે. દરરોજ રેકોર્ડ બ્રેક નવા કેસ નોંધાઇ રહ્યા છે અને ૧૦૦થી વધુ સંક્રમિતોના મોત થઇ રહ્યા છે.

(2:56 pm IST)