મુખ્ય સમાચાર
News of Saturday, 15th May 2021

૩૦૦ ટન વાળી એસી ૪૫ ડિગ્રી તાપમાનમાં દર્દીઓને રાખશે કુલ

૧૧૦ પ્રતિ કલાકની ઝડપે ચાલતી હવા આ કોવિડ હોસ્પિટલનાં ટેન્ટને ટકાવી રાખશે

નવી દિલ્હીઃ બાડમેર શહેરનાં સ્ટેશન રોડ સ્કૂલમાં ટેન્ટ  બનાવવામાં આવી રહ્યા છે જેમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવશે હોસ્પિટલ માટે ડોમ લગાવીને તૈયાર કરવામાં આવી ચૂક્યા છે. હવે   હોસ્પિટલના અન્ય ઉપકરણો લગાવવામાં આવશે. જે કેયર્ન વેદાંતા દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. સ્કૂલનાં ખાલી મેદાનમાં ટેન્ટ નાખીને ડોમ તૈયાર કરવામાં આવ્યા છે આ ડોમમાં એક પણ ખાલી પોલ નથી, કર્મચારીઓઆએ જણાવ્યું કે આ ટેન્ટ જર્મન ટેકનિકથી તૈયાર કરવામાં આવી છે ડોમ એટલો મજબૂત છે કે તેને જૂનમાં આવતી આંધીનાં કારણે પણ આ ડોમ નહિ હલે, આંધીનાં ૧૧૦ કિમી પવનને પણ આ ડોમ રોકી શકે છે. ઠંડી હવા માટે પણ આ ડોમમાં ખાસ ૩૦૦ ટન વાળી એસી પણ ફિટ કરવામાં આવશે જેના કારણે ૪૫ ડિગ્રી તાપમાનમાં પણ આ એક દમ ઠંડુ રહી શકશે.

 ૧૦૦ બેડ લગાવામાં આવશે

 ડોમ માં ૧૦૦ બેડ લગાવામાં આવશે, તેમાં ૨૦-૨૦ બેડના ચાર બ્લોક હશે, તેમજ ૨૦ બેડ આઈસીયુ ના હશે, અહિયાં અત્યંત ગંભીર સંક્રમીતોની સારવાર પણ ચાલી રહી છે, સાથેજ અત્યાધુનિક તબીબી સુવિધાઓ આ ડોમના હોસ્પીટલમાં હશે, ડોમ માં દર્દીઓ માટે ટોયલેટની સુવિધા પણ હશે.

(2:57 pm IST)