મુખ્ય સમાચાર
News of Saturday, 15th May 2021

કેન્દ્રમાંથી રસીના ડોઝ મેળવવામાં ગુજરાત ત્રીજા ક્રમેઃ કુલ ૧,૪૭,૯૯,૭૩૭ ડોઝ

દેશમાં રસીના કુલ જથ્થામાંથી ૬૭ ટકા રસીનું ૧૦ રાજયો વિતરણ : મહારાષ્ટ્રને ૧,૯૪,૬૯,૬૭૩ ડોઝ, રાજસ્થાનને ૧,૪૮,પર,૪૦૦ ડોઝ અપાયા

રાજકોટ તા. ૧પ : ભારત સરકારે રાજયોને ફાળવેલ કોરોનાની રસીના સંદર્ભેમાં ગુજરાત ત્રીજા ક્રમે રહ્યાનું આજના સરકારી આંકડાઓ પરથી જાણવા મળે છે. દેશમાં કુલ જેટલી રસીનો જથ્થો આપવામાં આવ્યો તેમાંથી ૬૭ ટકા જેટલો જથ્થો ૧૦ રાજયો વચ્ચે વહેંચાયો છે.

કેન્દ્રમાંથી મહારાષ્ટ્રને ૧,૯૪,૬૯,૬૭૩ ડોઝ અપાયા છે. તે દેશમાં સૌથી વધુ છે. સૌથી વધુ સંક્રમણ પણ મહારાષ્ટ્રમાં છે. બીજા ક્રમે ૧,૪૮,પર,૪૦૦ ડોઝ સાથે રાજસ્થાન આવે છે. ગુજરાત ત્રીજા ક્રમે છે. તેને ૧,૪૭,૯૯,૭૩૭, ડોઝ ફાળવાયા છે. સૌથી મોટા રાજય ઉતર પ્રદેશને ૧,૪પ૪૬૮,૮૭પ ડોઝ ફાળવવામાં આવ્યા છે. ગુજરાતમાં ગઇકાલે સાંજ સુધીમાં ૧,૪૭,પ૧,૯૧૧ ડોઝ લોકોને અપાઇ ગયા છે.

(4:04 pm IST)