મુખ્ય સમાચાર
News of Saturday, 15th May 2021

મંગળવારે બપોરે કાંઠાના ગુજરાતના પોરબંદર અને નલિયાથી તૌકેત વાવાઝોડું પસાર થવાની સંભાવના: કેરળના પાંચ જિલ્લાઓ - તિરુવનંતપુરમ, કોલ્લમ, અલાપ્પુઝા, પઠાણમિત્તા અને એર્નાકુલમમાં અધિકારીઓએ રેડ એલર્ટ : મહારાષ્ટ્રમાં વાવાઝોડાનો પ્રભાવ સોમવાર પછી ઓછો થવાની સંભાવના: વાંચો વાવાઝોડાની સંપૂર્ણ અપડેટ

મંગળવારે બપોરે કાંઠાના ગુજરાતના પોરબંદર અને નલિયાથી તૌકેત વાવાઝોડું  પસાર થવાની સંભાવના છે.

* કેરળના પાંચ જિલ્લાઓ - તિરુવનંતપુરમ, કોલ્લમ, અલાપ્પુઝા, પઠાણમિત્તા અને એર્નાકુલમમાં અધિકારીઓએ રેડ એલર્ટ આપેલ છે અને ચક્રવાતથી અસરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફ ટીમો તૈનાત કરેલ છે.
* મુંબઈ અને થાણેમાં પણ, જ્યાં તોફાનની અસર આ સપ્તાહના અંતમાં અનુભવાશે તેવું આઇએમડી દ્વારા યલો એલર્ટ આ  વાવાઝોડા માટે આપવામાં આવ્યું છે
* જોકે, મહારાષ્ટ્રમાં વાવાઝોડાનો  પ્રભાવ સોમવાર પછી ઓછો થવાની સંભાવના છે. કારણ કે તે ૧૮ મેની આસપાસ ઉત્તર-પશ્ચિમ દિશા તરફ ગુજરાત તરફ આ ચક્રવાત ફંટાય જશે, એમ આઇએમડીએ જણાવ્યું હતું.
* ચક્રવાત નજીક આવતાની સાથે રાજ્યના વહીવટી તંત્રની મદદ માટે ભારતીય નૌકાદળે તેના જહાજો, વિમાન, હેલિકોપ્ટર, ડાઇવિંગ અને આપત્તિ રાહત ટીમોને ખડેપગે પર રાખી છે.
* શનિવારે કેરળ અને મહારાષ્ટ્રના કાંઠે વાવાઝોડાની તીવ્રતા વધવા  સાથે તોફાની  પવન સાથે પવન સાથે ભારે વરસાદ વરસ્યો હતો. 
* મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે એક બેઠકનું આયોજન કર્યું હતું જેમાં તેમણે જિલ્લા વહીવટ, વિભાગીય કમિશનરો અને પાલઘર, રાયગ,, રત્નાગિરી અને સિંધુદુર્ગના જિલ્લા કલેક્ટરોને જાગૃત રહેવા જણાવ્યું હતું.
* ભારતિય હવામાન ખાતા (આઈએમડી)એ આજે શનિવારે જાહેરાત કરી હતી કે અરબી સમુદ્ર ઉપરનું એક ડીપ ડિપ્રેસન  ચક્રવાતી તોફાનમાં બદલાઈ તીવ્ર બન્યું હતું અને લક્ષદ્વીપ ટાપુ પર કેન્દ્રિત થયું હતું.
* આ ચક્રવાતની અસર કેરળ, કર્ણાટક, લક્ષદ્વીપ, ગોવા અને મહારાષ્ટ્રના કાંઠા સહિતના વિસ્તારોમાં થવાની શક્યતા છે.  આઇએમડીએ આજે અને કાલે ગોવા માટે ‘ઓરેન્જ કેટેગરી’ની ચેતવણી જારી કરી છે.
* ચક્રવાત શરૂઆતમાં થોડો સમય માટે ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધશે  અને ત્યારબાદ ઉત્તર ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધે છે અને મંગળવારે સવારે ગુજરાતના કાંઠે પહોંચશે અને લેંડ ફોલ થવાની સંભાવના છે.
* મંગળવારે બપોરે આ વાવાઝોડું ગુજરાતના કાંઠાના પોરબંદર અને નલિયાની વચ્ચેથી પસાર થવાની સંભાવના છે.
* કેરળના પાંચ જિલ્લાઓ - તિરુવનંતપુરમ, કોલ્લમ, અલાપ્પુઝા, પઠાણમિત્તા અને એર્નાકુલમમાં અધિકારીઓએ રેડ એલર્ટ આપેલ છે અને ચક્રવાતથી અસરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફ ટીમો તૈનાત કરેલ છે.
* મુંબઈ અને થાણેમાં પણ, જ્યાં તોફાનની અસર સપ્તાહના અંતમાં અનુભવાશે અને આ વિસ્તારો આઇએમડી દ્વારા યલો એલર્ટ હેઠળ મૂકવામાં આવ્યા છે.
* જોકે, મહારાષ્ટ્રમાં તોફાનનો પ્રભાવ સોમવાર પછી ઓછો થવાની સંભાવના છે કારણ કે આ વાવઝોડું ૧૮ મેની આસપાસ ઉત્તર-પશ્ચિમ દિશા તરફ એટલે કે ગુજરાત તરફ ફંટાઈ જશે, એમ આઇએમડીએ જણાવ્યું હતું.

(6:58 pm IST)