મુંબઇની ફાઇવ સ્ટાર હોટલમાં બોલીવુડ અભિનેત્રી અને તેના સાથીઓની ડ્રગ્સ સાથે ધરપકડ
મુંબઇ, તા. ૧પઃ મુંબઇના સબબર્ન વિસ્તારમાં સ્થિત એક ફાઇવ સ્ટાર હોટલમાંથી બોલિવૂડ અભિનેત્રી અને તેના સાથીઓને ડ્રગ્સ સાથે પોલીસે ધરપકડ કરી છે. મુંબઇ પોલીસને આ પાર્ટીને લઇને ગુપ્ત માહિતી મળી હતી. જ્યારે પાર્ટી પોતાના શબાબ પર હતી ત્યારે મુંબઇ પોલીસની ટીમ ફાઇવ સ્ટાર હોટલ પહોચી હતી. એકટ્રેસ પોતાના સાથીઓ સાથે પોતાનો જન્મ દિવસ મનાવી રહી હતી. આ દરમિયાન ચરસનો ઉપયોગ પણ કરવામાં આવતો હતો. પોલીસે તુરંત પાર્ટીમાં હાજર અભિનેત્રી અને તેના મિત્રની ધરપકડ કરી હતી. અભિનેત્રીની ઓળખ નાઇરા નેહલ શાહના રૂપમાં થઇ છે.
પોલીસ સુત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર અભિનેત્રી તેલુગુ ફિલ્મોમાં પણ કામ કરે છે અને જન્મદિવસની પાર્ટી માટે ફાઇવ સ્ટાર હોટલમાં હતી. આ ઘટના મુંબઇના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનના વિસ્તારની છે.
આ પાર્ટીમાં તેના મિત્રો સિવાય ગોવાના આશિક હુસૈન પણ હાજર હતો, બન્ને ચરસનો ઉપયોગ કરી રહ્યા હતા. સાંતાક્રુઝ પોલીસના એક અધિકારીએ જણાવ્યુ કે સોમવારે દિવસમાં સાંતાક્રુઝ પોલીસે બન્નેને કોર્ટમાં હાજર કર્યા હતા, જ્યા કોર્ટે બન્નેને જામીન પર છોડી મુક્યા હતા. ધરપકડ કરાયેલી એકટ્રેસને બાદમાં મેડિકલ ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો હતો. હવે જો રિપોર્ટમાં નક્કી માત્રાથી વધુ ડ્રગ્સ મળે છે તો એકટ્રેસની મુશ્કેલી વધી શકે છે.
મુંબઇ પોલીસ હવે આ તપાસ કરી રહી છે કે અંતે પાર્ટીમાં ચરસ ક્યાથી આવી અને સપ્લાયર કોણ છે. મુંબઇ પોલીસ અને નાર્કોટિકસ કંટ્રોલ બ્યૂરોની સતત ડ્રગ્સ નેકસસ વિરૂદ્ધ કાર્યવાહી ચાલી રહી છે. છેલ્લા કેટલાક મહિનામાં એક બાદ એક મોટી કાર્યવાહીને નાર્કોટિકસ કંટ્રોલ બ્યૂરોએ અંજામ પણ આપ્યો છે.