કરદાતાઓ માટે રાહતના સમાચાર
દેશમાં આવકવેરાની નવી વેબસાઇટની સમસ્યાઓ હલ ન થતાં મેન્યુઅલ ફોર્મ સબમિટ માટે મંજુરી અપાઈ
નવી દિલ્હી, તા.૧૫: દેશમાં આવકવેરા વિભાગના આ નવા ઇ–ફાઇલિંગ પોર્ટલ પર યુઝર્સને ટેકનીકલ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે . ત્યારે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસ દ્વારા કરદાતાઓને મહત્વની રાહત આપવામાં આવી છે. જેમાં હવે કરદાતાઓ ફોર્મ 15-ca અને 15-cbની ઇલેકટ્રોનિકલ ફાઇલ કરવાને બદલે ઇ–ફાઇલિંગ પોર્ટલ પર મેન્યુઅલી સબમિટ કરવામાં આવી છે. જેથી સમસ્યાઓના સર્જાય.
CBDT એ ટ્વીટ કરીને આ માહિતી આપી કે અઠવાડિયા પહેલા જ આવકવેરા વિભાગ દ્વારા કરદાતાઓ માટે નવું ઇ–ફાઇલિંગ પોર્ટલ લોન્ચ કરાયું હતું પરંતુ યુઝર્સને તેના પર ટેકનીકલ અવરોધોનો સામનો કરવો પડે છે . જે અંગે લોકોને રાહત આપવા માટે આ માહિતી આપી છે.
આવકવેરા વિભાગ દ્વારા જણાવ્યું કે નવા ઈ–ફાઇલિંગ પોર્ટલ http://incometax.gov.in પર ઓનલાઇન ફોર્મ ભરવામાં કરદાતાઓને પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સીબીડીટીએ 15-ca અને 15-cb ફોર્મ ભરવા માટે ઇલેકટ્રોનિક ફાઇલિંગમાં રાહત આપી છે. આ ફોર્મ ૩૦ જૂન, ૨૦૨૧ સુધી અધિકૃત ડીલર મેન્યુઅલ ફોર્મેટમાં સબમિટ કરી શકાશે.
નોધનીય છે કે કરદાતાને સગવડતા મળે તે હેતુથી નવું પોર્ટલ ૭ મી જૂન થી જ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ વપરાશકર્તાઓએ પહેલા દિવસથી પોર્ટલ પર તકનીકી સમસ્યાઓ વિશે ફરિયાદ કરવાનું શ કયુ જેનું આજદિન સુધી નિરાકરણ આવ્યું નથી. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે જણાવ્યું હતું કે કરદાતાઓ અગાઉના ઇ–ફાઇલ કરેલા રિટર્ન પણ જોઈ શકતા નથી.