મુખ્ય સમાચાર
News of Wednesday, 15th June 2022

ફોરેન એસેટ ઇન્વેસ્ટિગેશન યુનિટ દ્વારા તપાસ : આગામી દિવસોમાં અનેક મોટા ખુલાસા થવાની શકયતા

દ. ગુજરાતના ૩૦૦ ઉદ્યોગપતિઓ ત્વ્ની રડારમાં : ૩૦૦ રોકાણકારોએ વિદેશમાં ઘર : હોટલ અને જમીનમાં રોકાણો કર્યાની વિગતો સામે આવી

નવી દિલ્હી તા. ૧૫ : દક્ષિણ ગુજરાતના ૩૦૦ ઉદ્યોગપતિઓ હવે ત્વ્દ્ગક્ન રડારમાં આવ્યા છે. ત્વ્ના ફોરેન એસેટ ઇન્વેસ્ટિગેશન યુનિટ દ્વારા આ તપાસ હાથ ધરાશે. કારણ કે ૩૦૦ કરદાતાઓએ વિદેશમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યાનું ખુલ્યું છે. ૩૦૦ રોકાણકારોએ વિદેશમાં ઘર, હોટલ અને જમીનમાં રોકાણો કર્યાની વિગતો સામે આવી છે.

જેમાં સુરતના ૨ ઉદ્યોગકારો વિદેશમાં પોતાનું ચાર્ટર્ડ પ્લેન પણ ધરાવે છે. ત્વ્ના ફોરેન એસેટ ઇન્વેસ્ટિગેશન યુનિટે કરદાતાઓના રિટર્ન ચકાસવાનું શરૂ કર્યું છે. જો કે, આ મામલે આગામી દિવસોમાં અનેક મોટા ખુલાસાઓ થાય તેવી શકયતા રહેલી છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ત્વ્ વિભાગ દ્વારા વડોદરાની બેંકર્સ હાર્ટ ઇન્સ્ટિટ્યુટ પર દરોડા પાડવામાં આવ્યા હતાં. વડોદરાના ઓપી રોડ પર આવેલી બેંકર્સ હોસ્પિટલ તેમજ સુરત ખાતે આવેલી હોસ્પિટલના નાણાકીય વહીવટોની બેંક દ્વારા તપાસ કરવામાં આવી હતી.

બેંકર્સ ગ્રુપની ઓફિસ, હોસ્પિટલ સહિતના માલિકોના ઘર પર પણ આઈટીની ટીમ ત્રાટકી હતી. જમીનો અને સોનામાં રોકાણ કર્યું હોવાની પણ તપાસ કરવામાં આવી રહી હતી. વહેલી સવારથી જ આઇટી વિભાગની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. આઇટી વિભાગની ૩ ટીમો દ્વારા સઘન તપાસ હાથ ધરાઇ હતી.

સુરતમાં પણ બેંકર્સ હોસ્પિટલ ખાતે પણ આઇટીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પીપલોદ વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં ટીમ તપાસમાં જોતરાઇ હતી. ફઞ્ંના સહકારથી તેમના જ કેમ્પસમાં આ હોસ્પિટલ ચાલી રહી છે આ અંગે પણ આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી હતી.

(12:57 pm IST)