મુખ્ય સમાચાર
News of Wednesday, 15th September 2021

ખેડૂત પુત્રની અનોખી સિદ્ધિ : પ્રદૂષણ મુક્ત કરતુ મશીન : સરકારે પણ મંગાવી ડિઝાઇન

મશીન મારફતે નેચરલ હવામાં પરિવર્તિત થશે પ્રદૂષિત હવા :મધ્યપ્રદેશના કટની જિલ્લાની બડવારાના મઝગવાંના રહેવાસી ખેડૂત પુત્ર સુનીલ કુશવાહાએ વાયુ પ્રદૂષણને ઓછી કરતી મશીન તૈયાર કરી

મધ્ય પ્રદેશના કટની જિલ્લાના મઝગવાના રહેવાસી સુનીલ કુશવાહાએ વાયુ પ્રદૂષણને ઘટાડવા માટે દેશી જુગાડ કરી એક મશીન તૈયાર કરી છે, જેની ચર્ચા ચારે તરફ થઈ રહી છે.કટની જિલ્લાની બડવારા તાલુકાના ગામ મઝગવાંના રહેવાસી ખેડૂતના પુત્ર સુનીલ કુશવાહાએ વાયુ પ્રદૂષણને ઓછી કરતી મશીન તૈયાર કરી છે.

સુનીલ વ્યવસાયે મિકેનિકલ એન્જીનિયર છે. આ મશીન દ્વારા વાયુ પ્રદૂષણને 95 ટકા સુધી ઘટાડી શકાય છે. ખાસ વાત એ છે કે તેનાથી ઓઝોનની સપાટીને પણ કોઇ નુકશાન નથી થતું. સુનીલની કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે પણ પ્રશંસા કરતા પત્ર લખી મશીનના ડીઝાઇનની સાથે સીપીસીબીનો વિસ્તૃત રિપોર્ટ શેર કરવા માટે કહ્યું છે.

સુનીલ કુશવાહાનો દાવો છે કે આ મશીનમાં પ્રકાશ સંશ્લેષણની તકનીકનો ઉપયોગ કર્યો છે, જેમા પ્રદૂષિત હવાને એક નેચરલ હવામાં પરિવર્તિ કરવામાં આવે છે. આ મશીન દ્વારા અનેક ગંભીર રોગોથી બચી શકાય છે. મશીનના માધ્યમથી વાયુ પ્રદૂષણને 90થી 95 ટકા ઘટાડી શકાય છે. આ મશીન થોડાક જ કલાકોમાં પાંચ એકર જમીની પ્રદૂષણને સાફ કરી દે છે. મશીનમાં લગાવવામાં આવેલા નવ પ્રકારના ફિલ્ટરથી મશીન અંદર અને બહાર બંને પ્રકારના પ્રદૂષણને ખતમ કરે છે. મશીનમાં લગાવવામાં આવેલા ફિલ્ટર સંપૂર્ણ રીતે પ્રકાશ સંશ્લેષણની તકનીક પર આધારિત છે.

જેમ વૃક્ષો અને છોડ કાર્બન ડાયોક્સાઈડને શોષી લે છે અને શુદ્ધ ઓક્સિજનને બહાર કાઢે છે, તેવી જ રીતે આ ફિલ્ટર ખરાબ સૂક્ષ્‍મ કણોને પણ ફિલ્ટર કરી હવાને કુદરતી હવામાં બદલે છે.

સુનીલે જે મશીન તૈયાર કર્યું છે તેમાં ઓનલાઇન નેટવર્કિંગની સિસ્ટમ છે, જેના દ્વારા આ મશીન ગમે ત્યાંથી ચાલુ અને બંધ થાય છે. આ મશીન મોબાઈલ અને કોમ્પ્યુટર દ્વારા પણ ચાલી શકે છે. આ મશીનમાં ચીમની લગાવવામાં આવી છે. પ્રદૂષણનું સ્તર તપાસવા માટે મશીનમાં હવાની ગુણવત્તા મીટર અને વોલ્ટેજ મીટર લગાવવામાં આવ્યા છે. સીસીટીવી કેમેરા, કોમ્પ્યુટર સ્ક્રીન સિસ્ટમ, સોલર એનર્જી સિસ્ટમ પણ મશીન પર નજર રાખવા માટે લગાવી શકાય છે.

ગામમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મેળવ્યા બાદ સુનીલે ઉચ્ચ માધ્યમિક શિક્ષણ કટનીની ખાનગી શાળામાંથી મેળવ્યું. ત્યારબાદ તેણે જબલપુરથી તેનું મિકેનિકલ એન્જિનિયરિંગ પૂર્ણ કર્યું છે. સુનીલના મગજમાં વાયુ પ્રદૂષણ મશીન બનાવવાના વિચારની કહાણી પણ રસપ્રદ છે.

(12:00 am IST)