મુખ્ય સમાચાર
News of Wednesday, 15th September 2021

સંરક્ષણ મંત્રાલયને બે નવી ઓફિસ મળશે: પીએમ મોદી 7000 કર્મચારીઓ માટે 'ડિફેન્સ કોમ્પ્લેક્સ'નું ઉદ્ઘાટન કરશે

પીએમ આર્મી, નેવી, એરફોર્સ અને સિવિલ ઓફિસરો સાથે પણ વાતચીત કરશે

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી કાલે દિલ્હીમાં બે અલગ અલગ સ્થળોએ સંરક્ષણ મંત્રાલયના કર્મચારીઓ માટે નવા ઓફિસ સંકુલનું ઉદ્ઘાટન કરશે.

આ સંરક્ષણ કચેરી સંકુલ કસ્તુરબા ગાંધી માર્ગ અને આફ્રિકા એવન્યુ રોડ પર બનાવવામાં આવ્યા છે. આ સાથે પીએમ આર્મી, નેવી, એરફોર્સ અને સિવિલ ઓફિસરો સાથે પણ વાતચીત કરશે. વડાપ્રધાન કાર્યાલયએ આ માહિતી આપી છે.

ભારત સરકારના મહત્વના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ સંરક્ષણ મંત્રાલયનું ઓફિસ સંકુલ સૌથી પહેલા તૈયાર કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી 16 સપ્ટેમ્બરે આ ઈમારતનું ઉદ્ઘાટન કરશે. 7 હજાર કર્મચારીઓ માટે બનાવાયેલું આ નવું 'સંરક્ષણ સંકુલ' બે અલગ અલગ જગ્યાએ તૈયાર કરવામાં આવ્યું છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર લ્યુટિયન્સ ઝોનમાં આફ્રિકા એવન્યુ ખાતે આ નવી સંરક્ષણ સંકુલ ઈમારત પૂર્ણ થઈ ગઈ છે.

(8:12 pm IST)