મુખ્ય સમાચાર
News of Friday, 15th October 2021

કલકત્તાના દુર્ગા પૂજા પંડાલમાં જૂતાના ચિત્રો : પંડાલમાં જૂતા દર્શાવવા તે બાબત દુર્ગા દેવીનું અપમાન તથા ભક્તોની લાગણી દુભાવવા સમાન : ચિત્રો હટાવવા હાઇકોર્ટમાં પિટિશન : જૂતા ખેડૂતો દ્વારા કરાતા દેખાવોના પ્રતીક સમાન છે જે દેવીની મૂર્તિથી 11 ફૂટ દૂર દર્શાવાયા છે : સરકારી એડ્વોકેટનો બચાવ : 25 ઓક્ટોબરના રોજ સુનાવણી


કોલકત્તા : કલકત્તાના ડમ ડમ વિસ્તારમાં આવેલા  દુર્ગા પૂજા પંડાલમાં દર્શાવાયેલા જૂતા હટાવવા એક નાગરિકે હાઇકોર્ટમાં પિટિશન કરી છે.તથા જણાવ્યું છે કે તેણે સ્થળની રૂબરૂ મુલાકાત લીધી નથી. પરંતુ સોશિઅલ મીડિયામાં ફોટાઓ જોયા છે. આ બાબત સાચી હોય તો પંડાલમાં જૂતા દર્શાવવા તે બાબત દુર્ગા દેવીનું અપમાન ગણાય .

નામદાર કોર્ટે સત્તાવાળાઓનો ખુલાસો માંગતા સરકારી એડ્વોકેટએ જણાવ્યું હતું કે જૂતા ખેડૂતો દ્વારા કરાતા દેખાવોના પ્રતીક સમાન છે જે દેવીની મૂર્તિથી 11 ફૂટ દૂર દર્શાવાયા છે .

હાલની તકે કોર્ટે વચગાળાનો સ્ટે આપવાનો ઇન્કાર કરી 25 ઓક્ટોબરના રોજ સુનાવણી કરવાનું નક્કી કર્યું  છે તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(8:54 pm IST)