મુખ્ય સમાચાર
News of Saturday, 16th January 2021

મહારાષ્ટ્રના સોશિઅલ વેલ્ફેર મિનિસ્ટર ધનંજય મુંડે વિરુદ્ધ મુંબઈ હાઇકોર્ટમાં પિટિશન : ચૂંટણી સમયે એફિડેવિટમાં પોતાના બાળકો અંગેની વિગત છુપાવી : તાજેતરમાં મુંડે એ પોતાને પત્ની સિવાય બીજી મહિલા સાથે સબંધ હોવાનું અને તેના થકી બે બાળકો થયાનું સ્વીકાર્યું હતું : એફિડેવિટમાં પોતાની પત્ની મારફત થયેલા બે બાળકોની વિગત જ જણાવી હતી

મુંબઈ : મહારાષ્ટ્રના સોશિઅલ વેલ્ફેર મિનિસ્ટર ધનંજય મુંડે વિરુદ્ધ સોશિઅલ વર્કર હેમંત પાટીલે પિટિશન દાખલ કરી છે.જેમાં જણાવાયા મુજબ મુંડે એ ચૂંટણી સમયે આપવાની થતી એફિડેવિટમાં પોતાના બાળકો અંગેની વિગત છુપાવી છે.તેઓએ પોતાને બે બાળકો હોવાનું જણાવ્યું હતું.પરંતુ તાજેતરમાં તેમણે કરેલી કબૂલાત મુજબ તેઓને પત્ની સિવાય અન્ય એક મહિલા સાથે પણ સબંધ છે.તથા તેના થકી બે બાળકો પણ થયા છે.તેથી એફિડેવિટમાં તેમણે ચાર બાળકો હોવાનું લખવું જોઈતું હતું તેને બદલે બે બાળકો હોવાનું દર્શાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મુંડે વિરુદ્ધ એક મહિલા ઉપર બળાત્કાર કર્યાનો આક્ષેપ થયો છે.જેના અનુસંધાને મુંડે એ જણાવ્યા મુજબ તેને મહિલા ઉપર બળાત્કાર નથી કર્યો.પરંતુ તેને મહિલા સાથે સબંધ છે.તેમજ તેના થકી બે બાળકો પણ થયા છે.

પિટિશનરે એફિડેવિટમાં માહિતી છુપાવવા બદલ  મુંડે વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની માંગણી કરી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(12:00 am IST)