મુખ્ય સમાચાર
News of Saturday, 16th January 2021

હવે ટ્રેનની મુસાફરી દરમિયાન ઓનલાઇન મંગાવી શકશો મનપસંદ ફૂડ, શરૂ થઇ E-Catering સેવા

શરૂઆત દેશના પસંદગીના રેલ્વે સ્ટેશનોથી કરવામાં આવી રહી છે

નવી દિલ્હી, તા.૧૬: ટ્રેનોમાં ઇ-કેટરિંગની સુવિધા મુસાફરો માટે ફરીથી શરૂ થવા જઈ રહી છે. રેલવે મંત્રાલયે આ માટે આઈઆરસીટીસીને મંજૂરી આપી દીધી છે. એટલે કે, હવે મુસાફરો ટ્રેનોમાં મુસાફરી દરમિયાન ઓર્ડર બૂક પર ખોરાક મેળવી શકશે. તેની શરૂઆત દેશના પસંદગીના રેલ્વે સ્ટેશનોથી કરવામાં આવી રહી છે. આ સેવા કોરોના સમયગાળા દરમિયાન બંધ કરવામાં આવી હતી.

આઈઆરસીટીસીની આ સુવિધા દ્વારા મુસાફરો તેમના ખાદ્યપદાર્થોની પસંદગી મનપસંદ રેસ્ટોરન્ટમાંથી ઓનલાઇન ઓર્ડર કરી શકે છે. ઓર્ડર આપતી વખતે, મુસાફરોને કહેવામાં આવશે કે કયા સ્ટેશન પર અને કેટલા સમયમાં તેઓ આવશે. પેસેન્જરને કયાંય જવાની જરૂર રહેશે નહીં. ખોરાક તેમની સીટ પર પહોંચાડવામાં આવશે.

રેલવે મંત્રાલયે આઈઆરસીટીસી દ્વારા અધિકૃત ઇ-કેટરિંગ સેવા રેલ રેસ્ટ્રોને મંજૂરી આપી છે. રેલ રેસ્ટ્રો જાન્યુઆરી ૨૦૨૧ના  છેલ્લા અઠવાડિયાથી કામ શરૂ કરવા માટે તૈયાર છે. આ માટે કંપનીએ કામગીરી દરમિયાન વિવિધ સમયે રેસ્ટોરન્ટ સ્ટાફ અને ડિલિવરી કર્મચારીઓનું થર્મલ સ્કેનિંગ, નિયમિત અંતર રાખવું, રસોડું સાફ કરવું, રેસ્ટોરન્ટ સ્ટાફ અને ડિલિવરી કર્મચારીઓ દ્વારા ફેસ માસ્ક અથવા ફેસ શિલ્ડનો ઉપયોગ સહિત કડક માર્ગદર્શિકા આપી છે.

આમાં ફકત હાથ ધોયા પછી ઓર્ડર લેવાનું, ડિલિવરી કર્મચારીઓ દ્વારા 'આરોગ્ય સેતુ'એપ્લિકેશનનો ફરજિયાત ઉપયોગ, ફેસ માસ્ક અથવા કવરનો વારંવાર ઉપયોગ અને ડિલિવરી પછી ડિલિવરી બેગને સેનિટાઇઝ કરવામાં આવે છે. જોકે, રેલવેની સામાન્ય કેન્ટીન સેવાનો લાભ ત્યારે જ મળશે જયારે તમામ ટ્રેનો પહેલાની જેમ દોડવા લાગશે.

(11:05 am IST)