મુખ્ય સમાચાર
News of Saturday, 16th January 2021

કોરોના અત્‍યાર સુધીમાં ૨૦ લાખ લોકોને ભરખી ગયો

વિશ્વમાં કુલ કેસ ૯૪૩૧૨૧૯૫થી વધુઃ એકટીવ કેસ ૨૪૯૫૦૦૧૦ : ભારતમાં કુલ કેસ ૧૦૫૪૩૬૫૯: કુલ મોત ૧૫૨૧૩૦

નવી દિલ્‍હી, તા. ૧૬ :  વિશ્વભરમાં કોરોનાનો કહેર ચાલુ છે. રોજ લાખો લોકો કોરોનાથી પીડીત થઈ રહ્યા છે ત્‍યારે જોન્‍સ હોપકીન્‍સ યુનિ.એ આંકડા જારી કરી જણાવ્‍યુ છે કે અત્‍યાર સુધીમાં કોરોના ૨૦ લાખથી વધુ લોકોને ભરખી ગયો છે. કોરોનાથી અમેરિકામાં અત્‍યાર સુધીમાં ૨૪૧૦૨૪૨૯ લોકો સંક્રમિત થયા છે અને ૪૦૧૮૫૬ લોકોના મોત થયા છે. ભારતની વાત કરીએ તો અત્‍યાર સુધીમાં ૧૦૫૪૩૬૫૯ કેસ નોંધાયા છે અને ૧૫૨૧૩૦ લોકોના મોત થયા છે.

વિશ્વસ્‍તરે કુલ ૯૪૩૧૨૧૯૫ કેસ નોંધાયા છે અને અત્‍યાર સુધીમાં ૨૦૧૭૮૪૩ લોકોના મોત થયા છે. અત્‍યાર સુધીમાં ૬૭૩૪૪૩૪૨ લોકો સાજા થયા છે. હાલ એકટીવ કેસ ૨૪૯૫૦૦૧૦ છે.

અમેરિકામાં કોરોના કાળોકેર મચાવી રહ્યો છે ત્‍યાં ૯૦ લાખથી વધુ લોકોને કોરોનાનો પહેલો ડોઝ અપાયો છે. બ્રાઝીલમાં અત્‍યાર સુધીમાં ૮૩૨૪૨૯૪ લોકો સંક્રમિત થયા છે અને ૨૦૭૦૯૫ લોકોના મોત થયા છે. આ પ્રકારે બ્રિટનમાં અત્‍યાર સુધીમાં ૩૪૮૩૫૩૧ તો રૂસમાં ૩૩૨૫૬૨૬ કેસ નોંધાયા છે.

(11:01 am IST)