મુખ્ય સમાચાર
News of Saturday, 16th January 2021

રેલ્વે માર્ચના અંત સુધીમાં ૭પ ટકા મેલ-એકસપ્રેસ ટ્રેન બહાલ કરશે

નવી દિલ્હી, તા. ૧૬ : ભારતીય રેલ્વે માર્ચના અંત સુધીમાં લગભગ ૭પ ટકા મેલ-એકસપ્રેસ ટ્રેનનું પરિચાલન બહાલ કરશે. જે તમામ સ્પેશ્યલ શ્રેણીની હશે. જેમાં રેલ્વેનું યાત્રી રાજસ્વ ખોટ ઓછી થશે અને યાત્રીઓની સુવિધા વધશે. કોરોના પ્રોટોકલ હેઠળ રેલ્વે હાલ ૧૧૦૦થી વધુ મેલ-એકસપ્રેસ ટ્રેન જ ચલાવે છે.

ટ્રેનોમાં ઇ-કેટરીંગ સેવા ફરી શરૃ કરવાની મંજૂરી આપવામાં આવી છે. નક્કી સ્ટેશનો ઉપર જ ભોજન વિતરણ થશે. સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઇડલાઇન મુજબ ટ્રેનોમાં ઇ-ટેકટરીંગ સેવાની સાથે અન્ય વસ્તુઓ આપવાની બંધ કરાઇ હતી.

(11:45 am IST)