મુખ્ય સમાચાર
News of Saturday, 16th January 2021

દુલ્‍હનની જેમ હોસ્‍પિટલોને સજાવવામાં આવી : આરતીની થાળી લઇ ઉભો સ્‍ટાફ : રસીનું ભવ્‍ય સ્‍વાગત

તાળીઓ પાડીને રસીનું સ્‍વાગત કરવામાં આવ્‍યું : અનેક જગ્‍યાએ મીઠાઇની વ્‍યવસ્‍થા કરવામાં આવી : દુલ્‍હનની જેમ હોસ્‍પિટલોને સજાવવામાં આવી

નવી દિલ્‍હી,તા. ૧૬: દેશભરમાં આજે સવારે ૧૦.૩૦ વાગે કોરોનાના રસીકરણની શરુઆત થઈ ગઈ છે. આ પ્રસંગે હોસ્‍પિટલો સજાવવામાં આવ્‍યા છે અને હેલ્‍થ વર્ક્‍સના સ્‍વાગતની સંપૂર્ણ તૈયારી કરાઈ છે.

ભારત માટે આજે ઐતિહાસિક તક છે. લગભગ વર્ષ પહેલા જયારે કોરોના મહામારીની શરુઆત થઈ હતી તો કોઈએ વિચાર્યુ નહોતું કે આટલી જલ્‍દી રસી બનાવી દેવામાં આવશે. વૈજ્ઞાનિકોએ ન ફક્‍ત રસી ડેવલપ કરી પરંતુ આજે રસીકરણની શરુઆત પણ થઈ રહી છે. દિલ્‍હી હોય તે મુંબઈ, પટના હોય કે કોલકત્તા દરેક જગ્‍યાએ હોસ્‍પિટલો તૈયાર છે. રસીકરણ કેન્‍દ્રોને સજાવવામાં આવ્‍યા છે. અનેક જગ્‍યાઓ પર જયારે રસી પહોંચી તો સ્‍ટાફે તાળીઓના ગળગળાટથી સ્‍વાગત કર્યુ રસી લઈને આવનારાના સ્‍વાગત માટે ખાસ તૈયારી કરી હતી. અનેક જગ્‍યાએ મીઠાઈની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

દિલ્‍હીમાં સ્‍ટેટ કેન્‍સર ઈન્‍સ્‍ટીટ્‍યૂટમાં રસીકરણની સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. અહીં સિવિલ ડિફેન્‍સના વોલેન્‍ટિયર્સ પણ તૈનાત છે.

ક્‍યાંક તાળીઓ પાડીને રસીનું સ્‍વાગત કરવામાં આવ્‍યું તો ક્‍યાંક હેલ્‍થ વર્કર્સની રાહ જોવાઈ રહી છે. ત્‍યારે સાઉથ વેસ્‍ટ દિલ્‍હીના દિવ્‍ય પ્રસ્‍થ હોસ્‍પિટલમાં તૈયારીઓ સંપૂર્ણ થઈ ગઈ છે  હેસ્‍થ વર્કર્સની રાહ જોવાઈ રહી છે.

રાંચીની સદર હોસ્‍પિટલમાં કોરોનાના રસીકરણ અભિયાનની શરુઆત કરવા માટે તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં એક સાથે રસીકરણ અભિયાનની શરુઆત થશે અને તમામ રાજયો અને કેન્‍દ્ર શાસિત પ્રદેશોમાં આ માટે કુલ ૩૦૦૬ રસીકરણ કેન્‍દ્રો બનાવવામાં આવ્‍યા છે.  બન્ને રસીના ૧.૬૫ કરોડ ડોઝ તમામ રાજયો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોને ડેટાબેઝમાં ઉપલબ્‍ધ સ્‍વાસ્‍થ્‍ય કર્મીઓની સંખ્‍યાના હિસાબે રસીની ફાળવણી કરવામાં આવી છે.

(3:53 pm IST)