મુખ્ય સમાચાર
News of Saturday, 16th January 2021

મહારાષ્ટ્ર : બાર્કેના ભૂતપૂર્વ સીઈઓ અને ટીઆરપી કૌભાંડના આરોપી પાર્થો દાસગુપ્તાની તબિયત લથડી : આઈસીયુમાં દાખલ : ઓક્સિજન ઉપર

ટીઆરપી છેતરપિંડીના કેસમાં એક આરોપીઅને બાર્કના ભૂતપૂર્વ (બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ - બીએઆરસી) ના સીઈઓ પાર્થો દાસગુપ્તાની તબિયત લથડતાં શુક્રવારે મોડી રાત્રે તેમને મુંબઈની જેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દાસગુપ્તાને આઈસીયુ વોર્ડમાં ઓક્સિજન સપોર્ટ પર મૂકવામાં આવ્યા છે. મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાંચે ગયા મહિને પૂના જિલ્લામાં ૫૫ વર્ષીય દાસગુપ્તાની ધરપકડ કરી હતી જ્યારે તે ગોવાથી પુણે જઇ રહ્યા હતો.  ત્યારબાદ કોર્ટે તેને પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.  ટી.એસ.પી.ની છેડછાડ  કરવા બદલ કેટલાક ટીવી ચેનલો સામેની ફરિયાદમાં  દાસગુપ્તા ૧૫ મો આરોપી છે. આ કેસમાં મોટાભાગના આરોપી જામીન પર છે. શું બાબત છે ?  કેટલાક ઘરોમાં દર્શકો સંખ્યા શોધી  ટીઆરપી માપવામાં આવે છે. અને આ દર્શકોના આંકડા જાહેરાતકર્તાઓને ચોક્કસ ચેનલો ઉપર જાહેરાત આપવા આકર્ષિત કરે છે. એવો આક્ષેપો કરવામાં આવ્યા છે કે આમાંથી કેટલાક મકાનોને તેમની ટીઆરપી વધારવા માટે અમુક ચેનલો  જોવા માટે લાંચ આપવામાં આવી હતી જેથી તેમનું રેટિંગ વધે.

(4:14 pm IST)