મુખ્ય સમાચાર
News of Saturday, 16th January 2021

યુવતિઓ 15 વર્ષની વયે પ્રજનન લાયક થઇ જાય છે, તો પછી લગ્ન માટે ઉંમર 21 વર્ષ રાખવાની શું જરૂર છે, યુવતિઓના લગ્ન માટે 18 વર્ષની ઉંમર પહેલાથી જ નક્કી કરી દેવામાં આવી તો તો હવે બદલાવવાની શું જરૂર છેઃ મધ્‍યપ્રદેશના મુખ્‍યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે લગ્ન માટેસ્ત્રીઓની ઉંમર 21 વર્ષ કરવી જોઇએના ઉઠાવેલા મુદ્દા સામે પૂર્વ મંત્રી સજ્જનસિંહ વર્માનું વિવાદાસ્‍પદ નિવેદન સોશ્‍યલ મીડિયામાં વાયરલ

ભોપાલઃ એક બાજુ સરકાર સતત બેટી બચાઓ બેટી પઢાઓના સૂત્ર સાથે દેશમાં મહિલા સશક્તિકરણ પર સતત ભાર આપી રહી છે. મહિલાઓ તમામ ક્ષેત્રમાં બરાબરી કરી શકે તેમાટેના પ્રયાસો સતત કરવામાં આવી રહ્યા છે. જેમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે યુવતીઓના લગ્નનો મુદ્દો ઉઠાવ્યો છે. જેવી રીતે પુરૂષની ઉંમર કમસેકમ 21 વર્ષ અનિવાર્ય છે એવી જ રીતે સ્ત્રીઓની ઉંમર પણ 21 વર્ષ કરવી જોઈએ તે મુદ્દો ઉઠાવ્યો છે. જેમાં પૂર્વ મંત્રી સજ્જનસિંહ વર્માએ આ નિવેદન પર એવી પ્રતિક્રિયા આપી જે ફરી એક વાર ચર્ચાનો વિષય બની ગયો.

પોતાના નિવેદનોને લઈ હંમેશામાં વિવાદમાં રહેતા પૂર્વ મંત્રી સજ્જનસિંહ વર્માએ ફરી એક વિવાદિત નિવેદન આપ્યું છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણએ સ્ત્રીઓના લગ્ન માટેની ઉંમર 21 વર્ષ કરવાની વાત કી જેની પર સજ્જનસિંહ વર્માએ જણાવ્યું કે યુવતીઓ 15 વર્ષની વયે પ્રજનન લાયક થઈ જાય છે, તો પછી લગ્ન માટે ઉંમર 21 વર્ષ રાખવાની શું જરુર છે. યુવતીઓના લગ્ન માટે 18 વર્ષની ઉંમર પહેલાથી જ નક્કી કરવામાં આવી છે તો હવે બદલાવની શું જરૂર છે. સજ્જનસિંહ વર્માનું આ નિવેદન સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયું છે.

સજ્જનસિંહ વર્માએ ભોપાલમાં મીડિયા સાથે ચર્ચા કરતા સમયે આ નિવેદન આપ્યું છે. તેઓએ જણાવ્યું કે ડોક્ટરો અનુસાર યુવતીઓ 15 વર્ષની ઉંમરથી ગર્ભવતી થઈ શકે છે. એટલે યુવતીઓના લગ્નની ઉંમરમાં બદલાવ લાવવાની કોઈ જરૂર નથી.

બેટીઓના લગનની ઉંમર પર ચર્ચા થાય, બળાત્કારીઓના ફાંસી થાય: શિવરાજસિંહ

આ પહેલા મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે એક કાર્યક્રમમાં યુવતીઓના લગ્નની ઉંમરને લઈ ચર્ચાની જરૂરિયાત બતાવી હતી. તેઓએ 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવાની વાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે યુવતીઓના લગ્નની ઉંમર 18થી વધારી 21 વર્ષ અનિવાર્ય કરી દેવી જોઈએ. હું આને ચર્ચનો વિષય બનાવવા માગું છું. પ્રદેશ અને દેશમાં આ અંગે વિચારણા થવી જોઈએ.

(4:42 pm IST)