મુખ્ય સમાચાર
News of Saturday, 16th January 2021

ક્સૂતોએ વેક્સિન લેનારા આરોગ્ય કર્મીને ભગાડી દીધા

હરિયાણામાં ખેડૂતો સ્થાનિક ધારાસભ્ય પર વિફર્યા : હરિયાણાના કૈથલમાં રસીકરણ કાર્યક્રમમાં સ્થાનિક ભાજપ ધારાસભ્ય લીલારામનો વિરોધ કરવામાં આવ્યો

અમદાવાદ,તા.૧૬ : હરિયાણાના કૈથલમાં કોરોના રસીકરણ કાર્યક્રમમાં સ્થાનિક ભાજપ ધારાસભ્ય લીલારામનો વિરોધ કરવામાં આવ્યો હતો, હકીકતે ભારતીય કિસાન યુનિયન સાથે જોડાયેલા ખેડૂતોએ તેમનો વિરોધ કર્યો હતો. દેશભરમાં આજે કોરોના વેક્સિનેશન અભિયાનની શરૂઆત થઇ હતી, દરમિયાન હરિયાણાના કૈથલમાં સ્થાનિક ભાજપના ધારાસભ્ય લીલારામનો રસીકરણ સેન્ટર પર વિરોધ કરવામાં આવ્યો હતો, મહત્વનું છે કે ભારતીય કિસાન યુનિયન સાથે જોડાયેલા ખેદૂતો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો, દરમિયાન ખેડૂતોએ માંગણી કરી હતી રસી સૌથી પહેલા હરિયાણા સરકારના મંત્રીઓ, ધારાસભ્યો અને અન્ય રાજનેતાઓને લગાડવામાં આવે અને પછી સામાન્ય પ્રજાને દેવામાં આવે. એટલું નહિ અહીંના ગ્રામજનોએ કોરોના વેક્સિન અને અન્ય મેડિકલ સામાન પણ પરત મોકલાવી દીધો હતો, સાથે સેન્ટરના સ્વાસ્થ્ય કર્મીઓને પણ તયાંથી ભગાડી દીધા હતા, જો કે ગામલોકોએ સૌથી પહેલા માંગણી કરી હતી કે ભાજપના સ્થાનીકે ધારાસભ્ય લીલારામને સૌથી પહેલા રસીનો ડોઝ આપવામાં આવે. મહત્વનું છે કે આજથી દેશમાં કોરોના રસીકરણના મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી છે, પહેલા તબક્કામાં સરકારે કરેલી ઘોષણા પ્રમાણે લગભગ કરોડ જેટલા હેલ્થ વર્કસ અને અન્ય ફ્રન્ટલાઈન વર્કસને વેક્સિન આપવામાં આવશે. રસીકરણ અભિયાન માટે ૩૦૦૬ જેટલા સેન્ટર બનાવવામાં આવ્યા છે. પહેલા દિવસે લગભગ લાખ લોકોને રસીનો ડોઝ આપવામાં આવશે.

(8:32 pm IST)