મુખ્ય સમાચાર
News of Saturday, 16th January 2021

મહારાષ્ટ્રમાં ૧૮ જાન્યુઆરી સુધી કોરોના વેક્સિન આપવાનો કાર્યક્રમ મુલતવી રખાયો

મુંબઈ : મહારાષ્ટ્રમાં ૧૮ જાન્યુઆરી સુધી કોરોના વેક્સિન આપવાનો કાર્યક્રમ મુલતવી રખાયો છે કોવિન એપમાં ટેકનીકલ ખરાબી સર્જાતાં સમગ્ર મહારાષ્ટ્રમાં વેકસીન આપવાનો કાર્યક્રમ ૧૮મી સુધી મુલત્વી રખાયાનું જાહેર થયું છે. એટલે કે મહારાષ્ટ્રમાં બે દિવસ માટે વેક્સિન અપાશે નહીં.

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભગે જણાવ્યું કે કોવિન એપ્લિકેશનમાં ટેકનિકલ ખામીના કારણે આખા મહારાષ્ટ્રમાં વેક્સિનેશન પ્રોગ્રામને સ્થગિત કરવામાં આવ્યો છે. બીજી તરફ કોવિન એપમાં ટેકનિકલ ખામીના કારણે મહારાષ્ટ્રમાં 4000 લોકોના વેક્સિનેશનનો લક્ષ્‍ય પુરુ થયું નથી. સરકારનું કહેવું છે કે ઓફલાઇન માધ્યમથી વેક્સિનેશન શક્ય નથી.

તો બીજી તરફ ઓડિશા સરકારે પહેલા દિવસે જે લોકોને વેક્સિન લગાવવામાં આવી છે તેમના નિરીક્ષણ બાદ સોમવારથી ફરી વખત વેક્સિનેશન શરુ કરવમાં આવશે. તો આ તરફ મોડી સાંજે રાજધાની દિલ્હીમાં વેક્સિનની સાઇડ ઇફેક્ટના 51 જેટલા કેસ સામે આવ્યા છે. જેમાંથી એક વ્યક્તિને દાખલ કરવામાં આવી છે

(12:22 am IST)