મુખ્ય સમાચાર
News of Tuesday, 16th February 2021

કમલા હેરિસનું નામ વટાવવાનું બંધ કરો : અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી કમલા હેરિસની ભાણેજ મીના હેરિસને વ્હાઇટ હાઉસની તાકીદ : ભારતના ખેડૂત આંદોલન મુદ્દે કોમેન્ટ કરી પોતાની બ્રાન્ડ વધારવાનો હેતુ હોવાનો આક્ષેપ

વોશિંગટન : અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી કમલા હેરિસની ભાણેજ મીના હેરિસ આજકાલ ચર્ચામાં છે.તેમણે  ભારતના ખેડૂત આંદોલનને લોકોનો અવાજ ગણાવી તેનું નિરાકરણ લાવવાની હિમાયત કરી  હતી.

આથી અમેરિકાના પ્રેસિડન્ટ જો બિડનના સત્તાવાર નિવાસ સ્થાન વ્હાઇટ હાઉસે યાદી બહાર પાડી મીના હેરિસને તાકીદ કરી છે કે તમારી બ્રાન્ડ વધારવા માટે વિવાદાસ્પદ વિધાનો  કરી કમલા હેરિસનું નામ વટાવવાનું બંધ કરો તેવું એન ટી.દ્વારા જાણવા મળે છે.

ઉલ્લેખનીય છે કે મીના હેરિસ અવારનવાર જુદા જુદા વિષયો ઉપર કોમેન્ટ કરે છે.ઇન્સ્ટાગ્રામ ઉપર તેના આઠ લાખ ઉપરાંત ફોલોવર્સ છે. તેવું એન ટી.દ્વારા જાણવા મળે છે.

(11:52 am IST)