મુખ્ય સમાચાર
News of Tuesday, 16th February 2021

આંદામાન નિકોબાર ખાતે ૪.૧ની તિવ્રતાનો ભૂકંપ આવ્‍યો : જમ્‍મુ-કાશ્‍મીરમાં પણ ભૂકંપના આંચકા આવતા લોકો ચિંતામાં

નવી દિલ્હી, : સોમવાર સાંજે 7:23 વાગ્યે અંદમાન અને નિકોબાર દ્વિપમાં ભૂકંપના ઝટકા અમુભવાયા છે. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તિવ્રતા 4.1ની માપવામાં આવી છે. આ ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ પૂર્વ પોર્ટબ્લેયરમાં હતું. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. આ ભૂકંપના કારણે કિ પ્રકારના જાન માલની હાનિના સમચાર નથી.

તો અંદમાનમાં ભૂકંપની થોડી મિનિટો બાદ સાંજે લગભગ 7:50 વાગ્યે જમ્મુ કાશ્મીરમાં પણ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા છે. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં ભૂકંપના કારણે લોકોમાં અફરા તફરી જોવના મળી હતા. આ પહેલા આઠ ફેબ્રુઆરીના દિવસે પણ સવારના સમયે જમ્મુ કાશ્મીરમાં ભૂકંપ આવ્યો હતો. જેની તિવ્રતા 3.5 હતી. માત્ર એટલું જ નહીં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં પણ જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આંચકા આવ્યા હતા.

આ પહેલા ગત શુક્રવારે દિલ્હી એનસીઆર, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને પંજાબ સમેત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં રાત્રિના સમયે ભૂકંપના આંચકા આવ્યા હતા. ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ આ ભૂકંપનો અનુભવ થયો હતો.

હાલમાં જ જાપાનની અંદર પણ ભૂકંપ આવ્યો હતો. તે ભૂકંપની તિવ્રતા પમ વધારે હતી. તે પહેલા પ્રશાંત મહાસાગરમાં પણ ભૂકંપના આંચકા અવ્યા હતા. જેના પગલે ત્સુનામીની ચેતવણી જાહેર કરાઇ હતી. ત્યારે હાલમાં થોડા સમયથી સતત આવી રહેલા ભૂકંપથી લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે.

(12:22 am IST)