મુખ્ય સમાચાર
News of Tuesday, 16th February 2021

મહારાજા સુહેલદેવ રાજભરની આજે ૧૧૨મી જન્‍મ જયંતિઃ યોગી સરકાર દ્વારા ભવ્‍ય આયોજન

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી પણ વિડીયો કોન્‍ફરન્‍સીંગ દ્વારા થશે સામેલ

બહરાઈચઃ. ૧૬ ફેબ્રુઆરી અને વસંત પંચમીના દિવસે મહારાજા સુહેલદેવ રાજભરની ૧૧૨મી જન્‍મ જયંતિ છે. ભાજપા આજના દિવસે તેમની કર્મભૂમિ ચિત્તૌરામાં મોટો કાર્યક્રમ કરશે. બહરાઈચના ચિત્તૌરામાં સુહેલદેવની ભવ્‍ય પ્રતિમા લગાવવામાં આવશે. ૧૬ ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી વિડીયો કોન્‍ફરન્‍સીંગ દ્વારા બહરાઈચમાં મહારાજા સુહેલદેવ સ્‍મારક અને ચિત્તૌરા સરોવરના વિકાસ કાર્યની આધારશીલા રાખશે. કાર્યક્રમમાં મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથ પણ ઉપસ્‍થિત રહેશે.

યોગી સરકારમાં કેબિનેટ પ્રધાન અનિલ રાજભરે કહ્યું કે બહરાઈચના ચિત્તૌરાને ટુરીઝમનું એક નવું ડેસ્‍ટીનેશન બનાવીશું. અહીં સંગ્રહાલય, મોટી ધર્મશાળા, વીવીઆઈપી ગેસ્‍ટ હાઉસ બનાવવા ઉપરાંત તમામ વિકાસના કામો કરવામાં આવશે જેથી આવનારી પેઢીઓ મહારાજા સુહેલદેવ વિશે જાણી શકે.

(10:51 am IST)