મુખ્ય સમાચાર
News of Tuesday, 16th February 2021

મુંબઈ મ્યુનિ.કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા તરીકે નિમણુંક આપવાની બીજેપી લીડરની માંગણી સુપ્રીમ કોર્ટે ફગાવી : બોમ્બે હાઇકોર્ટે આપેલા જજમેન્ટ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી

ન્યુદિલ્હી : મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા તરીકે નિમણુંક આપવા બીજેપી લીડર  પ્રભાકર તુકારામ શિંદેએ બોમ્બે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જે નામંજૂર કરાતા તેમણે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.પરંતુ સુપ્રીમ કોર્ટે પણ તેમની અરજી ફગાવી દીધી છે.

શિવસેના સાથેની તેમની પાર્ટીની તકરાર અને મહા વિકાસ અઘાડીની  રચના બાદ તેમણે મુંબઈ નાગરિક સંગઠનમાં વિપક્ષી નેતાનો દરજ્જો માંગ્યો હતો.પરંતુ નામદાર કોર્ટએ જણાવ્યું હતું કે માત્ર વિચાર બદલવાથી હોદ્દો બદલી શકાય નહીં.

બીજેપી લીડરના એડવોકેટની દલીલ મુજબ 2017 ની સાલમાં શિવસેના પછી સૌથી વધુ બેઠક મેળવનાર પાર્ટી તરીકે તેમનો પક્ષ હતો.પરંતુ તેમનું શિવસેના સાથેનું જોડાણ હોવાથી તેઓએ વિરોધ પક્ષ નેતા તરીકેનો હોદ્દો જતો કર્યો હતો.પરિણામે ત્રીજા નંબરે બેઠક મેળવનાર કોંગ્રેસ પક્ષને વિરોધ પક્ષના નેતા તરીકેનો હોદ્દો અપાયો હતો.

પરંતુ 2019 ની સાલની ધારાસભાની ચૂંટણીમાં  કોંગ્રેસ અને શિવસેનાના જોડાણ સાથે મહા અઘાડી પાર્ટીની રચના થવાથી અને હવે શિવસેના સાથેની બીજેપીની તકરારને કારણે તેઓ મુંબઈ મ્યુનિ.કોર્પો.ની બીજા નંબરની સૌથી મોટી પાર્ટીના નાતે વિરોધ પક્ષના નેતા તરીકે 2020 ની સાલમાં માંગણી કરી રહ્યા છે. કારણકે વિરોધ પક્ષના નેતા તરીકેનો હોદ્દો સંભાળતો કોંગ્રેસ પક્ષ ધારાસભામાં શિવસેના સાથે સત્તામાં જોડાયેલો છે.છતાં મ્યુ.કોર્પો.માં તે વિરોધ પક્ષના નેતા તરીકે હોદા ઉપર છે. જેના અનુસંધાને નામદાર કોર્ટે જણાવ્યું હતું કે તમારા વિચારો બદલી જાય એટલે હોદ્દો બદલી શકાય નહીં.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(7:08 pm IST)